લીલીયાના આગેવાનોએ કરી DDO તેમજ જી.પ પ્રમુખની મુલાકાત

લીલીયા ના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ લીલીયા તાલુકા ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ હોદેદારો દ્વારા
લીલીયા ગામ ની ભુગર્ભ ગટર સાફ સફાઈ કરવા બાબતે અને નવું જેટીગ મશીન લીલીયા માં લાવવા માટે ની વ્યવસ્થા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા,જી.પ સદસ્ય રમીલાબેન ભીખાભાઈ ધોરાજીયા, ને રજુઆત કરવામાં આવી હતી.


જે સંદર્ભે જિલ્લા પંચાયત સદસ્યા પ્રતિનિધિ ભીખાભાઈ ધોરાજીયા, સરપંચ જીવનભાઈ વોરા, ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ પરીનભાઈ સોની, ભનુભાઇ ડાભી, જીજ્ઞેશ સાવજ, કાનજીભાઈ નાકરાણી,ઘનશ્યામ ભાઈ મેઘાણી, વેપારી મંડળ માંથી રસીકભાઈ વંડ્રા, જયેશભાઈ ઉનડકટ, રૂપેશભાઈ વંડ્રા
એ અમરેલી જિલ્લા પંચાયત ના પ્રમુખ ભરતભાઈ સુતરીયા D.D.O દિનેશ ગુરવ ની મુલાકાત કરી રજુઆત કરી હતી. ત્યારે જીલ્લા પંચાયત ના પ્રમુખ ભરતભાઈ સુતરીયા એ વહેલી તકે લીલીયા ના લોકો માટે નવુ જેટીગ મશીન આપવા માટે જરૂરી પૈસા ની વ્યવસ્થા માટે સહમતી આપી સાથે પાણી માટે ઘરે ઘરે હાઉસ કનેક્શન આપવા માટે પણ વાત કરતા તેમાં પણ જરૂરી વ્યવસ્થા કરવા ની D.D.O દિનેશ ગુરવે ખાત્રી આપેલ સાથે સાથે લીલીયા પુંજાપાદર વચ્ચે આવેલો પુલ જે ૩૦ વર્ષ થી જેસે તે પરિસ્થિતિ માં છે તે પણ જીલ્લા પંચાયત હસ્તક લેવા માટે ની ચર્ચા કરવામાં આવી હતી સાથે લીલીયા ગ્રામ પંચાયત માં કાયમી તલાટી મંત્રીની જગ્યા ઉપર નવા તલાટી મંત્રી ની નિમણુક માટે રજૂઆત કરી , અને સલડી ગામમાં આવેલ તળાવ ને ૨ મીટર જેટલું ઊંડું ઉતારવા માટે રુ. બે કરોડ નો ખર્ચ કરવામાં આવશે સાથે નિલકંઠ સરોવર ને પણ ઊંડું ઉતારવામા આવશે એવું જાગ્રૃત ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા આશ્વાસન આપવા માં આવેલ હોય ત્યારે
લીલીયા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને ભીખાલાલ ધોરાજીયા સરપંચ શ્રી જીવનભાઈ વોરા નો લીલીયા ગ્રામજનો અને વેપારીઓ વતી આભાર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ પરીન સોની દ્વારા વ્યક્ત કરવા માં આવેલ સાથે સાથે વેપારી મંડળ દ્વારા નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરીયા નું સાલ ઓઢાડી સન્માન કરવા માં આવેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે

અહેવાલ :- ઈમરાન પઠાણ, લીલીયા મોટા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *