જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે મહિલાઓ માટે તાજેતરમાં, હિમોગ્લોબીન તપાસણી – માર્ગદર્શન અને નિ:શુલ્ક દવા વિતરણ નો 227 મો કેમ્પ યોજાયો હતો.
માંડવીના લાખાસર ચોકમાં આવેલા શિવ – શાંતિ ક્લિનિકમાં, કાયમી દાતા સ્વ. પ્રેમજી નારણ છભાડીયા ના સૌજન્યથી યોજાયેલા કેમ્પમાં ડો. નીરજભાઈ વડસોલાએ સેવા આપી હતી. જ્યારે લેબ ટેક્નિશિયન તરીકે વિશનજીભાઈ ગરવા, શાંતિલાલભાઈ ચૌહાણ અને સોહિનીબેને સેવા આપી હતી.
આ કેમ્પમાં બહેનોને હિમોગ્લોબિન વધારવા માટેની એક માસની દવા નિ:શુલ્ક આપવામાં આવી હતી.
આ સેવાયજ્ઞમાં જાયન્ટ્સ ગ્રુપના ઉપપ્રમુખ હિમંતસિંહજી જાડેજા, ફેડરેશનના પૂર્વ મીડિયા ઓફિસર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, પિયુષભાઈ પંચાલ, વસંતગીરી ગોસ્વામી, રાજેશભાઈ (પપુભાઈ) સોની, જીતુભાઈ સચદે, પનુભાઈ દરજી, પ્રવીણભાઈ પરમાર, પરીનભાઈ વાંઝા વગેરે જોડાયા હતા. નીતિનભાઈ સોમૈયા સહયોગી રહ્યા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, છેલ્લા 227 માસથી દર માસના છેલ્લા રવિવારે નિયમિત રીતે આવો કેમ્પ યોજવામાં આવે છે. રાજ્યમાં પ્રાય: મહિલાઓ માટે સતત 227 માસથી માંડવી જાયન્ટ્સ ગ્રુપ જ હિમોગ્લોબિન તપાસણી – માર્ગદર્શન અને એક માસની નિ:શુલ્ક દવા આપવાનો કેમ્પ યોજાતો હોવાનું જાયન્સ વેલ્ફેર ફેડરેશન ૩બી (રાજ્ય)ના પૂર્વ મીડિયા ઓફિસર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા