લિલિયા તાલુકાની વાઘણીયા પ્રાથમિક શાળા ખાતે આચાર્ય મેવાડા નો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો.

લીલીયા તાલુકાના વાઘણીયા ગામે વાઘણિયા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મનસુખલાલ મેવાડા ની મોટા કણકોટ પ્રાથમિક શાળા ખાતે બદલી થતાં ગ્રામજનો અને શાળા પરીવાર દ્વારા વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ વાઘણીયા ગામના સરપંચ શ્રી બાલાભાઈ પડસારીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો .સૌ પ્રથમ ઉપસરપંચ શ્રી ભરતભાઈ શેલડીયા તેમજ વિજયબાપુ અગ્રાવત દ્વારા શ્રીફળ પડો અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તમામ ગ્રામજનો વતી શાળાના આચાર્ય અને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે મોમેન્ટ આપી વિદાય આપવામાં આવી હતી.

આજના પ્રસંગે સરપંચ બાલાભાઈ પડસારીયા તેમજ ભરતભાઈ શેલડીયા દ્વારા મનસુખભાઇ મેવાડાની કામગીરીને બિરદાવી હતી તેમજ ખૂબ જ ટૂંકા સમયમાં શાળા પરીસરને સુંદર બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.

આજના દિવસે બદલી થતાં મનસુખલાલ મેવાડા દ્વારા શાળામાં સિલિગ ફેન ભેટ આપવામાં આવ્યો હતો તેમજ શાળા ના તમામ ભુલકાઓ અને ઉપસ્થિત ગ્રામજનોને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.આજના પ્રસંગે ખાસ ઉપસ્થિત વિજયબાપુ અગ્રાવત દ્વારા શાળામાં સિલિગ ફેન ભેટ આપી પોતાની શિક્ષણ પ્રત્યેની લાગણીને વ્યક્ત કરવામાં આવી હતી.અને વિદાય પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. આજના કાર્યક્રમમાં સરપંચ બાલાભાઈ પડસારીયા ઉપસરપંચ ભરતભાઈ શેલડીયા, ચેતનભાઈ દેલવાડીયા, વિજયભાઈ અગ્રાવત, યોગેશભાઈ શેલડીયા, જયંતીભાઈ શેલડીયા, તુષારભાઈ સોલંકી તેમજ યુવાગૃપ વાઘણીયા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય વિપુલભાઈ કોટડીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.આજના કાર્યક્રમને સફળ બનાવવા યુવા ગ્રુપ વાઘણીયા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો તથા શાળાના શિક્ષકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ :- ઈમરાન પઠાણ, લીલીયા મોટા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *