મુન્દ્રા માં 4વર્ષ નો એક બાળક એસ ટી બસ સ્ટેન્ડ નજીક પરિવાર થી વિખૂટો પડી ગયો છે એવો ફોન રીક્ષા ચાલક ઈમરાન ભાઈ ખોજા નો ફોન જન સેવા ના રાજ સંઘવી ને આવ્યો હતો ..
ફોન આવતા ની સાથે રાજ સંઘવી સ્થળ પર પહોંચી બાળક સાથે વાતચીત કરી હતી .. પરંતુ ગભરાયેલો બાળક કશું બોલતો ન હતો .. અને બાદ માં તરત જ મુન્દ્રા પોલીસ મથક એ બાળક ને લઈ જવાયો હતો ..
4વર્ષ ના બાળક ને મુન્દ્રા પોલીસ મથક ના પી આઈ જે વી ધોળા એ હળવી શૈલી માં વાત કરી બાળક ને બિસ્કિટ અને નાસ્તો આપ્યો હતો .. પરંતુ બાળક એક શબ્દ બોલતો ન હતો .. બાદ માં પી આઈ જે વી ધોળા ના માર્ગદર્શન હેઠળ એએસ આઈ ગિરિરાજસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ જયશ્રીબેન જોશી બાળક ને સરકારી ગાડી માં બેસાડી તેમના મા બાપ શોધવા નીકળી પડ્યા હતા .. વિવિધ વિસ્તારો માં તપાસ કર્યા બાદ શહેર ની આગડિયા કોલોની પહોંચતા બાળક એ તેમના ઘર તરફ હાથ થી ઇશારો કરી ગાડી ઘર તરફ ગઈ હતી અને બાળક તેના ઘર સુધી પહોંચ્યો હતો .. બાદ માં એ 4વર્ષ ના બાળક ને મુન્દ્રા પોલીસ અને જન સેવા ની ઉપસ્થિતિ માં
બાળક ને મા બાપ ને સુપ્રત કર્યો હતો .
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ 4વર્ષ નો વંશ અર્જુન યાદવ સવારે 11વાગ્યે તેના ઘરે થી રમતા રમતા શહેર બાજુ એસ ટી સ્ટેન્ડ પાછળ ના રીક્ષા સ્ટેન્ડ સુધી આવી ગયો હતો અને પરિવાર થી વિખૂટો પડી ગયો હતો .. લગભગ બે કલાક સુધી તેના પરિવાર થી દૂર રહ્યો હતો . તેમજ બાળક ના પગ માં ચંપલ પણ ન હતી .. જન સેવા દ્વારા સોશિયલ મીડિયા માં એ બાળક ની તસ્વીર શેર કરાઈ હતી અને મુન્દ્રા પોલીસ ની ટીમ ની મહેનત થી વંશ ને તેના પરિવારજનો થી મિલન કરાવ્યો હતો .. વંશ ના પિતા અર્જુન યાદવ મૂળ યુપી ના છે અને હાલ ખાનગી કંપની માં નોકરી કરે છે .. .
નોંધનીય બાબત એ છે કે થોડા દિવસો અગાઉ મુન્દ્રા પોલીસ અને જન સેવા એ 8વર્ષ નામૂળ નેપાળ ના હાલ મુન્દ્રા માં રહેતા બાળક બાળક ને પરિવાર સાથે મિલન કરાવ્યું હતુ.
અહેવાલ :- ઇમરાન અવાડીયા