ભારતીય સંસ્કૃતિ અને પર્યાવરણ ને ધ્યાનમાં રાખી ઓલકાઈન્ડ પબ્લિક સ્કૂલ મુંદરા મધ્યે ભગવાન ગણપતિ દાદા ની પ્રતિમા બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી.
આ સમગ્ર આયોજનમાં સ્કૂલના પ્રિન્સિપાલ વર્ષા વિશ્વમ ના માર્ગદર્શન હેઠળ મુજબ કોઓર્ડીનેટર હિરલ રાવ અને એડમીન ઇન્ચાર્જ મોનલ સિંગ દ્વારા ALLKINDS PUBLIC SCHOOL માં ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદા ની પ્રતિમા બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી.
આ કાર્યક્રમનું શુભારંભ નિર્ણાયક શ્રી સાગર કોટક ,ડિમ્પલબેન ,કોર્ડીનેટર હિરલ રાવ અને મોનલ સિંગ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ નિર્ણાયક શ્રી ઓ નું સ્વાગત સોનલ સિંગ દ્વારા કરવામાં આવ્યું હતું. અને શાળામાં વાલીઓને અને વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ મુજબ ચાંલ્લો કરીને અને વેલકમ કાર્ડ આપીને તનુજા મેમ અને સ્નેહા મેમ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં વિદ્યાર્થી અને મમ્મી બંને મળીને ગણપતિ બનાવવાના હતા.આ સ્પર્ધામાં 21 વાલીઓએ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકે અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટરના ક્લસ્ટર હેડ સાગર કોટક અને મર્ડ આર્ટ એક્સપર્ટ ડિમ્પલ પીઠડીયા ને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં વાલી અને વિદ્યાર્થી દ્વારા ખૂબ જ સરસ શ્રી ગણપતિ દાદા ની પ્રતિમાઓ બનાવવામાં આવી હતી. તેઓએ ઇકો ફ્રેન્ડલી ગણપતિને ધ્યાનમાં રાખીને ફૂલની પાંદડીઓથી અનાજ થી ચંદ્રયાનની થીમ, લીપણ આર્ટ એવી અલગ અલગ રીતે બનાવવામાં આવ્યા હતા. વાલીઓ અને બાળકોએ સ્પર્ધાનો ખૂબ જ સરસ રીતે આનંદ માણ્યો હતો.
સ્પર્ધામાં પૂર્ણ થયા બાદ નિર્ણાયક શ્રી સાગર કોટક દ્વારા વાલીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કે તે તેમનો કીમતી સમય કાઢીને બાળકોની સાથે આ સ્પર્ધામાં ભાગ લીધો અને ડિમ્પલબેન દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ વિશે માહિતી આપવામાં આવી હતી .કાર્યક્રમના અંતે નિર્ણાયક શ્રી દ્વારા વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્યોતિ મેમ દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ કો-ઓર્ડીનેટર હિરલ રાવ દ્વારા કરવામાં આવી હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા