17 મી સપ્ટેમ્બરને રવિવાર થી સતત સાત દિવસ વિવિધ સેવાકીય પ્રોજેક્ટનો શુભારંભ કરશે.
જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી સાહેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી જાયન્ટ્સ સપ્તાહ ની ઉલ્લાસભેર ઉજવણી કરશે.
17 મી સપ્ટેમ્બરને રવિવારથી સતત સાત દિવસ વિવિધ સેવાકીય પ્રોજેક્ટોનો શુભારંભ કરનાર હોવાનું સાહેલી ગ્રુપના પ્રમુખ રાજેશ્વરી બેન સાધુ, મંત્રી રજનીબા જાડેજા અને ખજાનચી ચક્ષીતાબેન કષ્ટા એ જણાવ્યું હતું.
યુનિટ ૧૨ના યુનિટ ડાયરેક્ટર યોગેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સતત સાત દિવસ સુધી વિવિધ સેવાકીય પ્રોજેક્ટોની માહિતી આપતા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ૩બી (રાજ્ય)ના પૂર્વ મીડિયા ઓફિસર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, તા. 17/09 ને રવિવારના પાંજરાપોળમાં જીવદયા પ્રોજેક્ટ, તા. 18/09 ને સોમવારના આંગણવાડીના બાળકોને ફ્રુટ વિતરણ, તા. 19/09 ને મંગળવારના એસ.ટી.વર્કશોપ માં આરોગ્ય કેમ્પ, તા. 20/09 ને બુધવારના આંગણવાડીમાં પૌષ્ટિક આહાર, તા. 21/09 ને ગુરુવારના ર. મુ. કન્યાશાળામાં દૂધ કોલ્ડ્રિંક વિતરણ તથા જીવદયા પ્રોજેક્ટમાં પશુના કુંડા વિતરણ, તા. 22/09 ને શુક્રવારના વિકલાંગ કન્યા છાત્રાલયમાં ફ્રુટ વિતરણ અને મસ્તરામોને જમણવાર તેમજ અંતિમ દિવસે તા. 23/09 ને શનિવારના સિવિલ હોસ્પિટલમાં કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર અને સાંજે 5:00 વાગ્યે સરસ્વતી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
જાયન્ટ્સ સપ્તાહને સફળ બનાવવા ફેડરેશન ઓફિસર ડો
પારૂલબેન ગોગરી, સંસ્થાના હોદ્દેદારો અને બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા