શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘમાં પર્વાધીરાજ પર્યુષણ મહાપર્વના ચોથા દિવસે આજે તા 15/09 ને શુક્રવારના સવારના 8:45 કલાકે કલ્પસૂરી આરાધના ભવનમાં, ત્રણ ગચ્છની સંયુક્ત વ્યાખ્યાન માળામાં સાધ્વીજી ભગવંતોને જૈન ધર્મનો મહત્વનો કલ્પસૂત્ર ગ્રંથ લાભાર્થી પરિવારના હસ્તે વહોરાવાયો હતો.
પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત પુણ્યદર્શનાશ્રીજી મ.સા. આદીઠાણા ને, માતૃશ્રી મણીબેન હીરજી સંઘવી પરિવારના હસ્તે કલ્પસૂત્ર વહોરાવાયો હતો.
પ્રારંભમાં કલ્પસૂત્ર ના પાંચ જ્ઞાન પૂજન અનુક્રમે સુરજબેન હેમચંદ બોરીચા, મોહનલાલ મુલચંદ શાહ, કાનજી ઠાકરશી શાહ પરિવાર, ખ્યાતિ – મોક્ષા કિરીટભાઈ શાહ અને માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા) એ કરેલ હોવાનું તપગચ્છ જૈનસંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા
Error: Contact form not found.