જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન 3b (ગુજરાત)ના મંત્રી માંડવીની મુલાકાતે.

જાયન્ટ્સ ગ્રુપ અને સાહેલી ગ્રુપને રાજ્યના મંત્રીએ માર્ગદર્શન આપ્યું.
માંડવી જાયન્ટ્સ ગ્રુપે રાજ્યના મંત્રી પ્રદીપભાઈ જોશી નું સન્માન કર્યું.

જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન 3 (બી) ગુજરાતના સેક્રેટરી પ્રદીપભાઈ જોશી તાજેતરમાં માંડવીની મુલાકાતે આવ્યા હતા અને ગ્રુપ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓની જાત માહિતી મેળવી અને માર્ગદર્શન આપેલ હતું.
માંડવીના લાખાસર ચોકમાં આવેલા શિવ-શાંતિ ક્લિનિકમાં માંડવી જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ સોનીના પ્રમુખ પદે યોજાયેલા કાર્યક્રમમાં ફેડરેશનના રાજ્યના સેક્રેટરી પ્રદીપભાઈ જોશી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે યુનિટ ૧૨ના યુનિટ ડાયરેક્ટર યોગેશભાઈ ત્રિવેદી, ફેડરેશન ઓફિસર યોગેશભાઈ મહેતા અને ડોક્ટર પારૂલબેન ગોગરી તેમજ ફેડરેશનના પૂર્વ મીડિયા ઓફિસર દિનેશભાઈ શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.


યુનિટ ઓફિસર યોગેશભાઈ ત્રિવેદીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. રાજ્યના મંત્રી શ્રી પ્રદીપભાઈ જોશી એ માંડવી ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. માંડવી ગ્રુપના મંત્રી શ્રી હર્ષભાઈ ત્રિવેદીએ માંડવીની મુલાકાત લેવા બદલ રાજ્યના સેક્રેટરી પ્રદીપભાઈ જોશી નો આભાર માન્યો હતો.
આ પ્રસંગે જાયન્ટ્સ પરિવારના પરેશભાઈ સોની, હર્ષભાઈ ત્રિવેદી, યોગેશભાઈ ત્રિવેદી, દિનેશભાઈ શાહ, યોગેશભાઈ મહેતા, ડો. પારૂલબેન ગોગરી, બળવંતસિંહ ઝાલા, હિંમતસિંહ જાડેજા, યોગેશભાઈ ભટ્ટ તેમજ જાયન્ટ્સ ગ્રુપના સભ્યો અને સાહેલી ગ્રુપના બહેનોના હસ્તે ફેડરેશનના સેક્રેટરી પ્રદીપભાઈ જોશી નું અભિવાદન કરાયું હતું.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *