જનરલ હોસ્પિટલમાં 23 નવજાત શિશુઓના આગમનને વધાવાયું. બેબી બેડ ની સોગાદ સાથે શિશુ તથા માતાનું અભિવાદન કરાયું

વાગડ સમુદાયના ગચ્છાધિપતિ જૈનાચાર્ય પરમ પૂજ્ય આ.ભ.શ્રીમદ વિજય કલ્પતરુસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ છેલ્લા 14 વર્ષ થયા વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે, દાતા અતુલભાઇ સંઘવી અમદાવાદના સહયોગથી તાજેતરમાં જનરલ હોસ્પિટલ ભુજમાં 23 નવજાત શિશુઓના આગમનને વધાવી વિશિષ્ટ આવકાર આપવામાં આવ્યો હતો.


સંસ્થાના ઉપક્રમે છેલ્લા 12 વર્ષ થયા અન્ય દૈનિક સેવા કાર્યો ઉપરાંત, દર રવિવારે જનરલ હોસ્પિટલમાં સારવાર લેતા 300 જેટલા દર્દીઓને વિવિધ પ્રકારના ફ્રુટ, ગ્લુકોન ડી ના પેકેટ, ખાખરા, બિસ્કીટ, પૌષ્ટિક આહાર વગેરેનું વિતરણ કરવામાં આવે છે. તેમજ નવજાત શિશુઓને મીઠડા આવકાર સાથે તેમની માતાઓને પૌષ્ટિક આહાર, બાળ દર્દીઓને રમકડા આદિનું વિતરણ કરવામાં આવે છે. સામાન્ય રીતે જનરલ હોસ્પિટલમાં ડિલિવરી માટે શ્રમજીવી પરિવારની મહિલાઓ બહોળા પ્રમાણમાં આવતી હોય તાજેતરમાં તેમના નવજાત શિશુઓને આવકાર આપવા માટે સંસ્થા દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ 23 નવજાત શિશુઓની માતાઓને રૂબરૂ મળી શિશુ તથા માતાનું વિશિષ્ટ અભિવાદન કરાયું હતું. અને દરેક નવજાત શિશુને રૂપિયા 1500 ની કિંમત ની બેબી બેડ અર્પણ કરી તેમના આગમનને વધાવવામાં આવ્યું હતું. તેમજ સારવાર લેતા 300 દર્દીઓને ફ્રુટ વગેરેનું વિતરણ કરાયું હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ અણમોલ અવસરે સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાના નેતૃત્વમાં પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી, પ્રદીપ દોશી, શાંતિલાલ મોતા, ઓજસ શેઠ, અરવિંદ દાતણીયા, પ્રકાશ શાહ, મગનલાલભાઈ ઠક્કર, ઋષભ દોશી, દિનેશ મહેતા, હિમાંશુ મહેતા, દેવાંશ શાહ, વંદન દોશી વગેરે સેવામાં જોડાયા હતા. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી મગનલાલભાઈ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાની સેવાને બિરદાવી હતી.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *