મુંદરા તાલુકા ના ગુંદાલા ગામ માં વર્ષો થી રહેતા શ્રી સંજયભાઈ મુકુંદરાય સોમપુરા પરિવારની દીકરી કુમારી જીજ્ઞા સંજયભાઈ ઉપાધ્યાય(સોમપુરા) એ છેલ્લા પાંચ વર્ષ થી અમદાવાદ માં રહી સખત મહેનત કરી ગુજરાત સરકાર તરફથી બહાર પડતી ભરતી ની જાહેરાતો માં ભાગ લઈ પરીક્ષાઓ આપી અનેક વખત પરીક્ષાઓ આપી પરંતુ સફળતા ન મળતા તેને દિવસ રાત મહેનત માં વધારો કરી અને સફળતાના શિખરો સર કર્યા છે ત્યારે ઠેર ઠેર થી અભિનંદન અને શુભેચ્છાઓ નો ધોધ વહી રહ્યો છે.
ગુજરાત સરકાર ની ક્લાસ -2 ની ભરતીમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે સિલેક્સન થયેલ છે અને સમગ્ર પરિવાર સાથે કચ્છનું ગૌરવ વધાર્યું છે
સોમપુરા પરિવાર ની આ દીકરી Er. જીજ્ઞા ઉપાધ્યાય એ એક નારીશક્તિ નું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું છે અને જે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે એમના માટે એક પ્રેરણાદાયી બની રહેશે અને વર્ષોથી આપણે બધા સંભાળતા આવ્યા છીએ કે “કોશિશ કરને વાલો કી હાર નહિ હોતી” ના સૂત્ર ને સાર્થક કર્યું છે.
જ્યારે Er. જીજ્ઞા ઉપાધ્યાય સાથે ખાસ વાત કરતા તેમને જણાવ્યું હતું કે મારા માટે પરમ વંદનીય સ્વામિવિવેકાનંદજી ના વિચારો મારા જીવનમાં ખૂબ મહત્વનું ભાગ ભજવ્યું છે ” ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ” એટલે મે મારા જીવનમાં મારું Goal પ્રાપ્ત કરવા છેલ્લા ઘણાં સમય થી યથાર્થ મહેનત કરી છે મારા જીવનનું ઉદ્દેશ્ય છે રાષ્ટ્રહિત અને દેશસેવા માં મારું યોગદાન આપી શકુ એજ મારા માટે સર્વોપરી છે જે સેવા કરવાનો અવશર મને મળ્યો છે એ મેળવેલી સફળતા પાછળ મારા મમ્મી પાપા સમગ્ર પરિવાર નું સપોર્ટ અને મારા મિત્રો નું માર્ગદર્શન અને લક્ષ્યસુધી પહોંચવામાં ખુબ સહકાર મળ્યો છે મારા જીવનના દરેક તબક્કે મને મારો મનોબળ મજબૂત કરવામાં મદદરૂપ થયા છે અને આ સફળતા બાદ હું એટલુજ કહીશ કે
“કિસ્મત મૌકા દેતી હૈ લેકીન મહેનત સબકો ચૌકા દેતી હૈ”
અહેવાલ :- ઇમરાન અવાડીયા