શ્રાવકે આરાધવાના પાંચ કર્તવ્ય વિશે સાધ્વીજી ભગવંતે ભાવીકોને વિસ્તૃત સમજણ આપી.
શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘમાં પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રી પુણ્યદર્શનાશ્રીજી મ.સા. આદિઠાણા ૩ની પાવન નિશ્રામાં પવૉધીરાજ પયુૅષણ મહાપર્વનો માહોલ જોરદાર જામ્યો છે.
સવારે અને સાંજે પ્રતિક્રમણમાં, જિનવાણી શ્રવણ કરવામાં, દેવ-દર્શન, ચૈત્ય વંદન અને પ્રભુજીની પૂજામાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાઈ રહ્યા છે. શીતલ પાર્શ્વ જિનાલય અને મહાવીર સ્વામી ભગવાનના જિનાલયમાં સાંજે કલાત્મક આંગીના દર્શન કરવા પણ ભાવિકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.
પવૉધીરાજ પયુૅષણ મહાપર્વના આજે બીજા દિવસે કલાપ્રભસુરી આરાધના ભવનમાં પરમ પૂજ્ય દિવ્યદર્શનાશ્રીજી મ.સા. આદિઠાણા ૩ અને પરમ પૂજ્ય આગમકિરણાશ્રીજી મ.સા. આદિઠાણા ૩ની પાવન નિશ્રમાં, શીતલ પાર્શ્વ જિનાલય તથા મહાવીર સ્વામી જિનાલયના અષ્ટપ્રકારી પૂજાના વાર્ષિક ચડાવામાં ભાવિકો મન મૂકીને વરસ્યા હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
દરરોજ સવારના 8:45 વાગે ત્રણેય માટેની સંયુક્ત વ્યાખ્યાન માળામાં, ત્રણેય ગચ્છના ભાવિકો સાધ્વીજી ભગવંતના મુખે વ્યાખ્યાનનુ શ્રવણ કરી રહ્યા છે.
પરમ પૂજ્ય દિવ્યદર્શનાશ્રીજી સાધ્વીજી ભગવંતે શ્રાવકે આરાધવાના પાંચ કર્તવ્ય અમારિપાલન, સાધર્મિક ભક્તિ, ક્ષમાપના, અઠમ તપ અને ચૈત્યપરીપાટી વિશે ભાવીકોને વિસ્તૃત સમજણ આપી હતી.
પ્રારંભમાં તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહે સામૂહિક ગુરુ વંદના કરાવી હતી. ભાવિકો ઉપવાસ, આયંબિલ, એકાસણા, બ્યાસણા વગેરે આરાધનાઓ કરી રહ્યા હોવાનું તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા