જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે, તાજેતરમાં મહિલાઓ માટે હિમોગ્લોબીન તપાસણી માર્ગદર્શન અને દવા વિતરણ માં 226 મો કેમ્પ યોજાયો હતો.
કાયમી દાતા સ્વ. પ્રેમજી નારાણ છભાડીયા ના આર્થિક સહયોગથી સંસ્થાના પ્રમુખ પરેશભાઈ સોનીના પ્રમુખ પદે યોજાયેલા કેમ્પમાં જાયન્ટ્સ વેલફેર ફેડરેશન 3બી (રાજ્ય)ના મંત્રી શ્રી પ્રદીપભાઈ જોશી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે યુનિટ ડાયરેક્ટર યોગેશભાઈ ત્રિવેદી, ફેડરેશન ઓફિસર યોગેશભાઈ મહેતા, ડો. પારૂલબેન ગોગરી અને ફેડરેશનના પૂર્વ મીડિયા ઓફિસર દિનેશભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હોવાનું સંસ્થાના મંત્રી હર્ષભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું.
આ કેમ્પમાં ડો.દર્શક પટેલ, ડો. પ્રતીક સોલંકી, લેબ. ટેકનિશિયન સોહિનીબેન રાઠોડ અને વિશનજીભાઈ ગરવા એ સેવા આપી હતી.
કેમ્પમાં હિમોગ્લોબીન વધારવાની એક માસની દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી.
આ કેમ્પમાં જાયન્ટ્સ પરિવારના પરેશભાઈ સોની, પ્રદીપભાઈ જોશી, યોગેશભાઈ ત્રિવેદી, યોગેશભાઈ મહેતા, ડો. પારૂલબેન ગોગરી, દિનેશભાઈ શાહ, હિંમતસિંહ જાડેજા, બળવંતસિંહ જાડેજા, રાજેશભાઈ સોની, હર્ષભાઈ ત્રિવેદી, યોગેશભાઈ ભટ્ટ, ચેતનભાઇ જોશી, પરીનભાઈ વાંઝા, મયુરભાઈ ત્રિવેદી, મહેશભાઈ જોશી, ચંપકભાઈ મામતોરા, પ્રવિણભાઈ પરમાર, ડેનિશભાઈ ગોગરી, પનુભાઈ દરજી, ચંદ્રકાંતભાઈ રૂપારેલ, જીગ્નેશભાઈ સોની, સાહેલી ગ્રુપના રજની બા જાડેજા, ચક્ષીતાબેન કષ્ટા, ગાયત્રીબેન જોશી અને જાગૃતિબેન ગટ્ટા ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા.
અહેવાલ :- ઇમરાન અવાડીયા