શેખ લધાશાપીરની દરગાહ નો ૩૦૩ મો ઉર્ષ (મેળો) ઉજવાયો

ભુજ શહેર ના પાટવાડી નાકા પાસે આવેલ ”પીર શેખ લધાશાપીર” ની દરગાહ નો ૩૦૩ મો ઉર્ષ તારીખ ઃ ર૪/૦૮/ર૦ર૩ ના ઉજવવામાં આવેલ. તેમજ ગુશલવિધી, કુરાનખાની, મિલાદશરીફ, સલ્લાતોસલામ અને દુઆઓ કરવામાં આવેલ.

જેમાં રાજ પરીવારના દેવપર ઠાકોર કૃતારસિંહ જાડેજા, કુંવર ઈન્દ્રજિતસિંહ જાડેજા, તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા તથા સાથે પ્રવિણ ગોરજી મેરજી, જાેરાવરસિંહ રાઠોડ, રણજિત વિલાસ તથા પ્રાગમહેલના પરીવારજનો, અબ્દુલભાઈ રાયમા (અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષણ સમિતિના પ્રમુખ), નરેશભાઈ મહેશ્વરી(પ્રમુખશ્રી, ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ), ઈબ્રાહિમ હાલેપોત્રા, હેમેન્દ્ર જણસારી, હાજી દાઉદ, રફીક નોતીયાર, હાજી સૈયદ યાશીનશાબાવા, પીર સૈયદ અશરફશા નઝમુલહુસેન, સૈયદ હબીબશા ઈબ્રાહિમશા, અબડા સીધીક ઓસમાણ, ઉમર મમણ, મૌલાના સદામ હુશેન, સતારભાઈ ખાનાણી, અભુભખર બાપુ, સુધાકર વોરા, મૌલાના અલીમામદ, સુમરાસરના પીર શેખ તમાચીશા, પીર બુઢાશા, પીર બાભણીયાશા ના મુંજાવરો તથા વારસદારો તથા ગામજનો, હાજી મુસા, ઉમર હાસમ, અધાભા મીંયાજી, બબુ પ્રમુખ શેખ, અમરૂદીન, વલીમામદ, અધાભા રમજુ ડાડા, અલ્તાફ રમજુ, અલીભા, જુશબગની ડાડા, અનવર અધાભા, અમીર હુશેન શકુર, સુન્ની મુસ્લીમ સમાજના અબ્દુલ રાયમા, મજીદખાન પઠાણ, અકબરભાઈ હાલા, અલીમામદ સમા, વિગેરે હાજર રહેલ હતા.

પીર શેખ લધાશા ની મસ્જીદ થી તેમની મઝાર શરીફ સુધી સરઘસ આકારે ચાદરો, ફુલ, ન્યાઝ વિગેરે લઈ મિલાદશરીફ પઢતા દરગાહ શરીફ પહોંચી અલગ–અલગ મહાનુભાવો તથા રાજપરીવાર તરફથી આવેલી ચાદરો, નાળીયેરો, મીઠાઈઓ, ફુલ–હાર વિગેરે પીર સાહેબની દરગાહ શરીફે ચઢાવવામાં રજુ કરવામાં આવેલ. આ પ્રસંગે પીર આલા હઝરત મદ્રેસાના મૌલાના તથા બાળકો આવી કુરાનખાની તથા સલામ પઢેલ હતા. ત્યારે સૌ મહેમાનો સાથે પીર શેખ લધાશાના મુંજાવર અનવરખાન શેખ, સૈયદ અશરફશા નઝમુલહુશેન, સૈયદ યાસીનશા, મૌલાના સદામ હુશેન, મૌલાના અલીમામદ, તથા સર્વે પીરોના વંશ–વારસો, રાજપરીવારના સભ્યો, હિન્દુ–મુસ્લીમ, સામાજિક–ધાર્મિક– રાજકીય અગ્રણીઓ તથા સૌપ્રજાજનોએ પીર સાહેબના ૩૦૩ વર્ષ પહેલાના ભુજ–કચ્છ ની પ્રજા માટે તથા કચ્છના ગૌરવ માટે આપેલ અપૂર્વ બલિદાન ને યાદ કરીને તેમનો ૠણ અદા કરવા માટે દુઆઓ કરેલ. કચ્છ–કચ્છીઓ માટે ભાઈચારો–એકતા, રોજી–રોજગાર, સારા વરસાદ માટે કચ્છ ઉપરથી અલાબલાઓ દુર થઈ જાય તેવી દુઆ કરવામાં આવેલ. ભવિષ્યમાં પણ આ પીરના મેળાની પરંપરા ચાલુ રહેશે તેવો સૌએ સંકલન લીધેલ. પીર ના મુંજાવર અનવરખાન શેખ તરફથી રાજપરીવારના શ્રાવણ સુદ–૮ નિમિતે રૂદ્રમાતા મંદિરે ધાર્મિક પતરી વિધી લઈ દરગાહે પધારેલ દેવપર ઠાકોર કૃતારસિંહજી જાડેજા, કુંવર ઈન્દ્રજિતસિંહ જાડેજા, તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા તથા અન્ય રાજ પરીવારના સભ્યો પતરી લઈને અત્રે પધારેલ. તેમજ પીર સૈયદ નઝમુલહુશેન, ઈબ્રાહિમભાઈ હાલેપોત્રા, અબ્દુલભાઈ રાયમા, નરેશભાઈ મહેશ્વરી, હેમેન્દ્ર જણસારી,ઈમરાન પરમાર, યુનુસભાઈ ખત્રી, રાજેશભાઈ દાફડા નું મુંજાવર તરફથી સન્માન કરવામાં આ ઉર્ષના સાંજના સમયે મહિલાઓનો મેળો યોજાયેલ હતો. જેમાં અલગ–અલગ ફળીયાઓની મહિલાઓ સાથે બેસી કરીને વિશાળ સંખ્યામાં ન્યાઝ, ફુલ–હાર, ચાદરો વગેરે લાવી પીર સાહેબને ચઢાવવામાં આવેલ તથા મિલાદશીરફ, ન્યાઝ શરીફ વગેરે પઢી દુઆઓ માંગવામાં આવેલ. આ ઉર્ષ પ્રસંગે મહારાણી ઓફ કચ્છ પ્રિતીદેવીબાએ શુભેચ્છા પાઠવેલ હતી. આ મેળાની વ્યવસ્થા મૌલાના અલીમામદ, યાકુબભાઈ શેખ, અબ્દુલભાઈ શેખ, રફીકભાઈ નોતીયાર, હાજી ઈકબાલ સોઢા, ઝહીરભાઈ સમેજા, શેખ અઝીઝખાન, સલીમ ેખ, અબ્દુલગફુર શેખ, મહમદ તાહીર શેખ તેમજ અન્યોએ સાથે મળીને કરેલ હતી. આ ઉર્ષમાં આભાર દર્શનમાં મુંજાવર અનવરખાન શેખ એ પધારેલ સર્વે નો આભાર વ્યકત કરેલ તથા દુઆઓ આપેલ તથા આ પરંપરા સૌને જાળવવા માટે સાર્વજનિક અપીલ કરવામાં આવેલ. તેવું શેખ લધાશાપીરના મુંજાવરએ પોતાની યાદીમાં જણાવેલ.

અહેવાલ:- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *