કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનું તેમની અવિરત સરાહનીય કામગીરી બદલ ઓલ ઈન્ડીયા સ્મોલ એન્ડ મિડીયમ ન્યુઝપેપરના વાઈસ પ્રેસીડન્ટ અકબરભાઈ એ. હાલા ધ્વારા તેમનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવેલ.
આ સન્માન કાર્યક્રમમાં સહકાર યુવક મંડળના પ્રમુખ ઝહીરભાઈ સમેજા તથા સામાજિક આગેવાન યુનુસભાઈ ખત્રી હાજર રહેલ હતા. તેમજ તેઓ ઘ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કચ્છની પ્રજા માટે કરવામાં આવતી સરાહની કામગીરીને બિરદાવવામાં આવેલ હતી. અને તેઓ ભવિષ્યમાં ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવામાં આવેલ હતી.
તેવું ઓલ ઈન્ડીયા સ્મોલ એન્ડ મિડીયમ ન્યુઝપેપરના વાઈસ પ્રેસીડન્ટ અકબરભાઈ એ. હાલા એ પોતાની યાદીમાં જણાવેલ
અહેવાલ :- ઇમરાન અવાડીયા