શાળા પ્રવેશોત્સવ ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની શીર્ષક હેઠળ

માંડવી શહેરની ખલ્ફાનભાઈ દામાણી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી.

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી ખલ્ફાનભાઈ દામાણી પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ ખટારીયા તથા શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, શાળાના કાયમી દાતા દિલીપભાઈ જૈન, જાણીતા એડવોકેટ દીપકભાઈ સોની, શાળાના પૂર્વ આચાર્ય અને શિક્ષણવિદ્ જીતેન્દ્રભાઈ સોની, ગ્રુપ શાળાના આચાર્યા નીલમબેન ગોહિલ, ખલ્ફાન દામાણી સી.આર.સી. કો-ઓર્ડીનેટર મીરાબેન જોશી, એસ.એમ.સી. અધ્યક્ષા માસુમાબેન પંજાબી, એસએમસીના સભ્યશ્રીઓ, વાલીગણ, શાળા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતાં. સૌપ્રથમ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય વસંતભાઈ કોચરા દ્વારા કરવામાં આવ્યું હતું. પધારેલા સર્વે મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાલવાટિકાના બાળકોને મહેમાનોના હસ્તે કીટ અર્પણ કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાલવાટિકાના તમામ બાળકોને સ્કુલ બેગ માતુશ્રી જયાદેવી મૂળશંકર જોશી ચેરીટેબલ ટ્રસ્ટ યુએસએ દ્વારા હસ્તે શૈલેન્દ્રભાઈ જોશી તરફથી વિતરણ કરવામાં આવી હતી. પ્રવેશ મેળવનાર બાલવાટિકાના બાલદેવોને શાળા ગણવેશ તથા વોટર બેગ અને નાસ્તાનો ડબ્બો ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ તરફથી શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી અને નોટબુક શાળાના શિક્ષિકા નફીસાબેન ખત્રી તરફથી આપવામાં આવી હતી. ધોરણ ૧ થી ૮માં પ્રથમ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને સ્વ. સુશીલાબેન અને સ્વ. વિમળાબેનના સ્મરણાર્થે હસ્તે દિલીપભાઈ જૈન તરફથી ઈનામ આપવામાં આવ્યા હતાં તથા દીપકભાઈ સોની તરફથી પણ ઈનામ આપવામાં આવ્યું હતું. પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકોને કમલેશભાઈ ખટારીયા, દિનેશભાઈ શાહ, દીપકભાઈ સોની, જીતુભાઈ સોની, નીલમબેન ગોહિલ, મીરાબેન જોશી વગેરે મહેમાનો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વક્તવ્ય આપવામાં આવ્યું હતું. શાળા પરિસરમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ ખટારીયા તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર મીરાબેન જોષી દ્વારા મિટિંગમાં એસ.એમ.સી. સભ્યો, વાલીગણ તથા શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો સમગ્ર સંચાલન શાળાના સિનિયર શિક્ષિકા દત્તાબેન શાહે કર્યું હતું. શાળાના શિક્ષિકા ઉષાબેન સોલંકીએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓનું ચોકલેટ થી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો મનિષાબેન ડાભી, વિમલભાઈ રામાનુજ, લીનાબેન બ્રહ્મક્ષત્રિય, નફીસાબેન ખત્રી, પ્રવિણાબેન પટેલ વગેરે સહભાગી થયા હતા.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *