પાલારા મધ્યે તા૨ સાઈ પીર દરગાહ પાસે આવેલ વિધાણી જાગીર તળાવ ઓગની જતા દરગાહ મુંજાવર અબ્દુલ રસીદ ઈશાકની ઉપસ્થિતીમાં કુંવર ઈન્દ્રજીતસિંહજી જાડેજા ધ્વારા વિધિવત વધાવવામાં આવેલ હતુ. જે આ પ્રસંગે એમ. જી. રબારી (ઈન્ચાર્જ અધિક્ષક, પાલારા જેલ), જી. એ. અગ્રવાલ (જેલર, પાલારા જેલ), ઈબ્રાહિમભાઈ હાલેપોત્રા (સામાજિક આગેવાન), સલીમબાપુ અતાએ ખ્વાજા ગરીબે નવાજ ચિસ્તી, ઈમરાનભાઈ નોડે, અકીલભાઈ મેમણ, રફીકભાઈ બાવા, કોલી સુમા૨ તમાચી, અલીમામદ સમા, ગની તાલબ કુંભાર, ઝહીર સમેજા, હિમાંશુ ગોર, હાજી અલી નવાજી, જહાંગીર ખાન, ભરતભાઈ રમેશ જાેગી, કૈલાશ મારાજ, આયર રણછોડભાઈ (સુમરાસર), જાડેજા જગદીશસિંહ સુખદેવસિંહ (ખેડોઈ), જાડેજા કૃષ્ણપાલસિંહ દિલાવરસિંહ (ખેડોઈ), પ્રભુલાલ વાલજી જાેગ, મનજી રામજી જાેગી (ખેડોઈ), વાઘજી લાલજી જાેગી (સિનોગ્રા), મોહનલાલ જાેગી (સિનોગ્રા), નરશી શીવરામ જાેગી (માધાપર), પપ્પુનિના જાેગી હાજર રહેલ હતા. તેમજ કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજાએ કચ્છની કોમી એકતાને બિરદાવી હતી. સદરહુ કાર્યક્રમનો સંચાલન દરગાહના મુંજાવર અબ્દુલ રશીદ ઈશાક વિધાણી એ કરેલ હતી. તેમજ વ્યવસ્થા ઝહીર સમેજા અને હિમાંશુ ગોર એ કરેલ હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા