ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી, શિક્ષામંત્રી, શિક્ષણ કમિશનર અને મહેસાણા જીલ્લા નિયામક ને પત્ર પાઠવી અનુરોધ કરાયો છે કે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામની શાળામાં ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ સ્વતંત્રતા દિવસ ની ઊજવણી કરવામાં આવી હતી. જે સમારંભ માં વર્ષ ૨૦૨૨માં ધોરણ-૧૦માં સારા નંબરે ઉતિર્ણ થનારા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ નું સન્માન સમારંભ યોજાયું હતું. આ સમારંભ માં જે મુસ્લિમ વિદ્યાર્થીની ધો.૧૦ માં પ્રથમ ક્રમાંકે પાસ થયેલ હતી તેનું નામ જાહેર કરવા ને બદલે બીજા ક્રમાંકે પાસ થનારનું નામ પ્રથમ ક્રમાંક પર બોલાયું હતું. જે મહેનત કરી અને પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીની માટે અપમાન અને અન્યાય જનક બાબત હતી જે બાબતની તપાસ કરી અને શાળા પ્રશાસન પર કાર્યવાહી કરવા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા અપીલ કરાઈ છે. ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ મહિલા શિક્ષણ ને પ્રોત્સાહન આપવા માટે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ નો સૂત્ર કહેલ છે, જે અંતર્ગત દેશની બધી જ દીકરીઓ ને ભણવામાં પ્રોત્સાહિત કરવું એ બધી જ શાળાઓ ની નૈતિક ફરજ છે પણ આ શાળા માં દીકરી મહેનત કરી અને ધો-૧૦ માં પ્રથમ ક્રમાંક લાવી હતી, કાર્યક્રમ માં હાજર હતી છતાં તેનું નામ જાહેર ન કરવામાં આવ્યું અને દ્વિતીય ક્રમાંક આવનાર નું નામ પ્રથમ ક્રમાંકે બોલાયું. જયારે એ દીકરીના પિતા એ આચાર્ય સાહેબ ને ફરિયાદ કરી કે ‘મારી દીકરી પ્રથમ આવવા છતાં પણ તેનું નામ જાહેર કેમ ન કરાયું’ તો આચાર્ય દ્વારા ‘તેનું નામ ૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ ના કાર્યક્રમમાં જાહેર કરવામાં આવશે’ એવો ગેરજવાબદાર જવાબ આપવામાં આવ્યો હતો જે એક હોશિયાર અને મહેનતી વિદ્યાર્થીનીના આત્મસમ્માન ને ઠેસ પહોંચાડે તેવી ઘટના હતી. કોઈ પણ દિકરીનું સન્માન કરવું એ ગર્વની વાત છે પરંતુ ઉક્ત કિસ્સામાં એક વિદ્યાર્થીની મુસ્લિમ હોવાથી તેનું બહુમાન ન થવાનું ફલિત થાય છે. આવી સંકુચિત અને કટ્ટર માનસિકતા ધરાવતા શિક્ષણ સાથે જોડાયેલા લોકોને ત્વરીકે સસ્પેન્ડ કરવા અને આ કિસ્સામાં જવાબદાર લોકો સામે ન્યાયિક તપાસ કરી ગંભીર પગલાં ભરવા સંસ્થા દ્વારા રજૂઆત કરાઈ છે. આ એક ધ્રુણાસ્પદ અને શિક્ષણ જેવા આદર્શ વ્યવસાય ને શરમાવતી ઘટના છે. આ ઘટનામાં જવાબદાર શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા શાળા પ્રશાસન વિરુદ્ધ સખ્ત અને નસિયતરૂપી કાર્યવાહી કરવા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરીયા ટ્રસ્ટી મંડળ હાજી જુમ્માભાઈ રાયમા, ઇનામુલભાઈ ઈરાકી, હૈદરશા પીર, હાજી નુરમામદ રાયમા, યુસુફભાઈ સંગાર, હબીબશા સૈયદ, અનવરશા સૈયદ, સુલતાનભાઇ માંજોઠી, સાદીકભાઇ રાયમા, શાહનવાઝભાઈ શેખ, સલીમભાઈ રાયમા, મૌલાના અબુદુજાના સાહબ, મોહંમદઅલી ભીમાણી, નજીબભાઈ અબ્બાસી, નાસીરખાન પઠાણ, અ.રસુલભાઈ આગરીયા, અશરફભાઈ પાસ્તા, ઈદ્રીશભાઈ વ્હોરા, અકરમભાઈ કુરેશી, હાજી.અ.રઝાક ખત્રી, હાજી નુરમામદ મંધરા, રફીકભાઈ તુર્ક, રમઝાનભાઈ રાઉમા તથા સમસ્ત સંસ્થા પરિવાર દ્વારા રાજ્ય સરકાર ને અનુરોધ કરાયો છે એવું સંસ્થા ના પ્રવક્તા જલાલશા સૈયદે તેમની યાદીમાં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા