જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની તાલુકા ગ્રુપ શાળા નંબર ૧ (દરબારી પ્રાથમિક શાળા નવાપુરા)ને શાળાના વિદ્યાર્થીઓને ગરમીથી રાહત મળે તે હેતુસર, ૪ સીલીંગ પંખા ભેટ આપીને પ્રેરણાદાયી કાર્ય કરેલ હોવાનું માંડવી તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું છે.
સ્ટેટ બેંકના મેનેજર પ્રશાંતકુમાર અને ઇન્ચાર્જ બ્રાન્ચ મેનેજર સંજુભાઈ યાદવે શાળાના આચાર્ય શ્રીમતી નીલમબેન ગોહિલને, શાળા માટે ચાર સીલીંગ પંખા અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે સ્ટેટ બેંકના બ્રાન્ચ મેનેજર સંજુભાઈ યાદવ, વિપિનભાઈ સૈની, દર્શનાબેન મહેશ્વરી, અભિમન્યુ ત્રિપાઠી, સુરેશભાઈ ઠક્કર, હુસેનભાઇ બકાલી તથા જીયાબેન ખારવા તેમજ રાજ્ય/રાષ્ટ્રીય એવોર્ડ ટીચર્સ ફેડરેશનના સંગઠન મંત્રી શ્રી દિનેશભાઈ શાહ તથા માંડવીની જૈનનૂતન પ્રાથમિક શાળા નંબર ૩ ના આચાર્ય શ્રી પુનિતભાઈ વાસાણી ઉપસ્થિત રહ્યા હતા.
તાલુકા ગ્રુપ શાળા નંબર ૧ને ૪ સીલીંગ પંખા ભેટ આપવા બદલ શાળાના આચાર્યા શ્રીમતી નીલમબેન ગોહિલ અને સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે, સ્ટેટ બેન્કનો આભાર માન્યો હતો.
અહેવાલ :- ઇમરાન આવડીયા