એક સદગૃહસ્થ દાતા તરફથી રૂપિયા એક લાખના દાનની જાહેરાત કરાઈ.
માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર માંડવીના 31 માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે શ્રી માંડવી શહેર/તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના સહયોગથી તા.૨૦/૦૮ ને રવિવારના સવારના ૯ થી ૧ વાગ્યા દરમિયાન નિ:શુલ્ક મેઘા મેડિકલ કેમ્પ રંગેચંગે સંપન્ન થયો હતો.
સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ટ્રસ્ટી બીપીનભાઈ ગાલા અને તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના અગ્રણી શ્રીમતી પલ્લવીબેન અનિરુદ્ધભાઈ દવેએ દીપ પ્રગટાવીને કેમ્પને ખુલ્લો મુક્યો હતો.
જાણીતા દાનવીર અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી બીપીનભાઈ ગાલા મુંબઈથી ખાસ ઉપસ્થિત રહીને, સંસ્થાના 31 માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ એ નિ:શુલ્ક મેઘા મેડિકલ નિદાન કેમ્પના આયોજનને બિરદાવેલ હતું.
સંસ્થાના પ્રમુખશ્રી કિરણભાઈ સંઘવીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી વધુમાં જણાવ્યું હતું કે, વહેલું નિદાન આપે જીવતદાન હવે કેન્સર એટલે કેન્સલ નહીં પરંતુ હવે કેન્સર પણ મટી શકે છે.
સંસ્થાના ટ્રસ્ટી અને પ્રવક્તા દિનેશભાઈ શાહે પ્રસંગ પરિચયમાં, આજના કેમ્પમાં વિવિધ ડોક્ટરોની સેવાની માહિતી આપી વધુમાં જણાવ્યું હતું કે, આ હોસ્પિટલમાં ડાયાલીસીસ સંપૂર્ણ નિ:શુલ્ક કરી આપવામાં આવે છે અને દવામાં 50% રાહત આપવામાં આવે છે.
તાલુકા બ્રહ્મસમાજ મહિલા પાંખના પ્રમુખ અને માંડવી તાલુકા પંચાયતના સભ્યશ્રી શ્રીમતી શિલ્પાબેન નાથાણી તથા માંડવી શહેર સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના અગ્રણી અપર્ણાબેન વ્યાસે પ્રાસંગિક પ્રવચનમાં આ હોસ્પિટલમાં મેડિકલ કેમ્પ રાખવાની તક આપવા બદલ જનકલ્યાણ મેડિકલ સોસાયટી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીને ડોક્ટરોની સેવા ભાવનાને બિરદાવી હતી.
એક સદગૃહસ્થ દાતા તરફથી રૂપિયા એક લાખના મતદાર દાનની જાહેરાત કરાઈ હતી.
આજના કેમ્પમાં કાન નાક ગળાના 40,લીવર અને આંતરડાના 30,સાંધા – સ્નાયુના દુ:ખાવાના 32, શ્વાસ હદય બ્લડપ્રેશર ના 21, દાંતના 13, જનરલ સર્જરીના 9 અને સ્ત્રી રોગના 4 મળી કુલ 149 લોકોએ લાભ લીધો હોવાનું સંસ્થાના ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ અને મંત્રી અરવિંદભાઈ શાહે જણાવ્યું હતું.
માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ કેમ્પને શુભેચ્છા પાઠવી હતી.
જાણીતા દાનવીર અને સંસ્થાના દ્રષ્ટિ શ્રી બીપીનભાઈ ગાલા નું તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના અગ્રણી શ્રીમતી પલ્લવીબેન અનિરુદભાઈ દવેના હસ્તે અને સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવીનું અને માંડવી શહેર સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના અગ્રણી શ્રીમતી અપર્ણાબેન વ્યાસના હસ્તે સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. સંસ્થાના ટ્રસ્ટી મંડળ અને કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરોનું પણ સન્માન કરાયું હતું.
આ કેમ્પમાં ડાયાબિટીસ શ્વાસ હ્રદય બ્લડપ્રેશર ના ડો. ભાવિન રાઠોડ, તમામ પ્રકારની સર્જરીના ડો. શ્યામ ત્રિવેદી, સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. ચામીૅ પવાણી, કાન નાક ગળાના ડો. રશ્મિબેન સોરઠીયા, લીવર આંતરડાના ડો. સુરેશ હિરાણી, દાંતના ડો. હીમા રાઠોડ, સાંધા – સ્નાયુના માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીસ્ટ (ન્યુરો) ડો. જીનલબેન આથા અને ડો. ગુંજન મહેતાએ સેવા આપી હતી.
માંડવી તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ જોશી, મહામંત્રી મુકેશ ત્રિવેદી, પરજીપાન બ્રહ્મ સમાજ (કોડાય)ના સુરેશભાઈ જોશી, ભાસ્કરભાઈ મહેતા, કેતનભાઇ ઓઝા, અલ્પેશ રાજગોર, તુષાર વ્યાસ અને યોગેશભાઈ મહેતા કેમ્પમાં સહયોગી રહ્યા હતા. બ્રહ્મસમાજ મહિલા પાંખના ચંદ્રિકાબેન મહેતા, મીનાબેન ભટ્ટ, જાગૃતીબેન મહેતા અને હર્ષિકાબેન ગોર પણ કેમ્પમાં સહયોગી રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સહમંત્રી શ્રી મહેશભાઈ કંસારા એ કરેલ હતું જ્યારે ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ આભાર દર્શન કરેલ હતું.
સંસ્થાના માનદસભ્ય જયેશભાઈ ચંદુરા, પ્રજ્ઞાબેન પોપટ, હિતેશભાઈ આથા અને સંસ્થાના વહીવટી સલાહકાર નિવૃત્ત સનદી અધિકારી શ્રી વી. કે. સોલંકી પણ કેમ્પમાં સહયોગી રહ્યા હોવાનું સંસ્થાના મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
કેમ્પને સફળ બનાવવા સંસ્થાના એડમીન હિતેશભાઈ ભટ્ટ અને હોસ્પિટલ ના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા