ગોપાલ કૃષ્ણ ગૌશાળા ને ડીમોલેશન કરવાનો નિર્ણય તંત્રનો ગેર વ્યાજબી દ્વારકા ના જગત ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે ગણાવ્યો.
દ્વારકામાં શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા ને ડીમોલેસન કરવા તંત્ર દ્વારા અપાયેલ નોટિસ બાદ મામલો ગરમાયો દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ગૌશાળા ગૌભક્ત દ્વારા યાત્રાધામ દ્વારકામાં વિશાળ રેલીલીને સમર્થન આપી મામલતદાર દ્વારા આપેલ નોટિસ કે જેમાં ગોપાલ કૃષ્ણ ગૌશાળાને ડિમોલિશન કરવા બે દિવસની મુદત આપેલ હતી ગૌમાતા નો આશરો છીનવવાની વાત આવતા દેવભૂમિ જિલ્લાના ગૌભક્તો મા ભારે રોષ જોવા મળ્યો અને તાત્કાલિક ધોરણે દેવભૂમિ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું તેમ જ અબોલ અને મૂંગા પશુઓનો અસરો ન છીનવાય તે બાબતે તંત્ર સામે ન્યાયની અપેક્ષાએ ગોપાલ કૃષ્ણ ગૌશાળા ની જગ્યા યથાવત સ્થિતિમાં રહે તેવી માંગણી કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું
કલેકટર કચેરી ખંભાળિયા આવેદન આપ્યા બાદ આજે જિલ્લા ભરના ગૌભકતો એ રેલી માં જોડાઇ અબોલ પશુને બચાવવા સાથ સહકાર આપી વિશાળ સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.
દ્વારકામાં આજે કાનદાસ બાપૂ આશ્રમથી ગૌશાળા થી લઇ દ્વારકાધીશ મંદિર અને ત્યાર બાદ ગૌશાળા સુધી ગૌભકતો દ્વારા રેલી યોજાઇ.
શારદાપીઠ ના શંકરાચાર્ય એ પણ ગૌસભક્તો ને સમર્થન આપી ગૌશાળા ના દબાણ દૂર કરવાના નિર્ણય ને ગેર વ્યાજબી ગણાવ્યો
મામલતદાર કચેરી દ્વારા ગૌશાળા ના દબાણ દૂર કરવાની નોટિસ બાદ ગૌભક્તો વિશાળ સંખ્યામાં ગૌસેવકો રેલીમાં જોડાયા
દ્વારકા જિલ્લામાં વ્યાપક પડઘા આ મામલે પડ્યા
અહેવાલ :- અનિલ લાલ , દ્વારકા