સહકાર યુવક મંડળ હસ્તક સલમાન ટી હાઉસ પાસે તેઓના સહયોગથી ૭૭ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

ભારતના ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. એવી જ રીતે ભુજ શહેરમાં પણ સહકાર યુવક મંડળ હસ્તક સલમાન ટી હાઉસ પાસે અમીન સમાના સહયોગથી શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. અમીન સમા સલમાન તરીકે ભુજમાં ઓળખાય છે અને તેઓએ દેશભક્તિની મિશાલ કાયમ છે

આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનોએ ભારતની આઝાદી એમ જ નથી મળી તેના માટે અનેક લોકોએ શહીદી વ્હોરી છે. અને આ આઝાદીને કાયમી રાખવાની જવાબદારી યુવાનોની છે તેવી શીખ આપી કોમી એકતા અને ભાઈચારાને કાયમ રાખી ભારત દેશની ઉન્નતિમાં સહભાગી થવા અપીલ કરી હતી.


સહકાર યુવક મંડળ હસ્તક ભુજ શહેરના જનતા ઘર હોટલ પાસ આવેલ સલમાન ટી હાઉસના અમીન સમાના સહયોગથી ૭૭માં સ્વાતંત્ર દિનની રાષ્ટ્રગીતનું ગાન કરી તેમજ દરેકએ રાષ્ટ્રધ્વજનું સન્માન કરી ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી કાર્યક્રમમાં શંકરભાઈ સચદે (ધારાશાસ્ત્રી), નરેશ મહેશ્વરી (ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના નવનિયુક્ત પ્રમુખ), ઈબ્રાહીમ હાલેપોત્રા (સામાજિક આગેવાન), રફીકભાઈ મારા, ધીરેનભાઈ લાલન, ગનીભાઈ કુંભાર, એ.કે. શેખ, અકીલભાઈ મેમણ, યાકુબભાઈ ખલીફા, નિઝામભાઈ સમા, અલીમામદભાઈ કુંભાર, અબ્બાસભાઈ કુંભાર, રાજુભાઈ દાફડા, રફીકભાઈ બાવા, નવીનગીરી ગોસ્વામી, મુસ્તાક હિંગોરજા, હાજી અલી નવાઝી, જાકબ ખલીફા, માલશી માતંગ, ઈમરાન પરમાર, કિશોરદાન ગઢવી, હાફીઝાબેન સમા, રહીમાબાઈ સમા, ઈમરાન બ્રેર, અલીમામદભાઈ સમા, ઈબ્રાહીમભાઈ સમા, સહેજાદ સમા, વસીમભાઈ, રજાકભાઈ સમા, જહાંગીર ખાન, અમીનભાઈ સમા, હિમાંશુભાઈ ગોર, શંભુભાઈ જાેશી હાજર રહ્યા હતા. તેમજ તમામ મહેમાનોનું સ્વાગત કરી તમામ રાહદારીઓને ચા-નાસ્તો વિતરણ કરી આનંદ ઉત્સાહથી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી.


કાર્યક્રમનું સંચાલન શંભુભાઈ જાેશીએ કરેલ હતું. તેમજ સંસ્થાના પ્રમુખ ઝહીર સમેજાએ સમગ્ર સંચાલન કરેલ હતું તેમજ ભુજ નગરપાલિકાના નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર તથા ઓલ ઈન્ડિયા પત્રકાર સંઘના ઉપપ્રમુખ મુંજાવર અકબરભાઈ હાલાએ ટેલીફોનીક શુભેચ્છા પાઠવેલ હતી.તેમજ તમામ મહેમાનોએ દેશના સ્વાતંત્ર લડતના કિસ્સાઓને યાદ કરી સ્વાતંત્ર દિનની ઉજવણી કરેલ હતી તેવું હિમાંશુભાઈ ગોરએ પોતાની યાદીમાં જણાવેલ હતું.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *