કચ્છ આઠકોટી મોટી પક્ષ સ્થાનકવાસી સંપ્રદાયના ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંત દેવજીસ્વામીની 175 મી પુણ્યતિથિ માંડવીમાં તા. ૧૬/૦૮ થી તા. ૧૮/૦૮ સુધી ત્રણ દિવસ તપ – ત્યાગ – ભક્તિભાવ સાથે ઉલ્લાસભેર ઉજવાઈ હતી.
માંડવી આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન પૂ. શ્રી અર્ચનાબાઈ મહાસતી (પ્રભાશીશુ) ઠાણા ૪ની પ્રેરણા અને મહેનતથી સંઘમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ પોલા અઠ્ઠમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં 32 આગમરૂપ, 32 આરાધકો જોડાયા હોવાનું મોટી પક્ષના પ્રમુખ ભાવિનભાઈ સંઘવી અને નિલેશભાઈ સંઘવીએ જણાવ્યું હતું.
તા. ૧૬/૦૮ થી તા. ૧૮/૦૮ ત્રણ દિવસના 36 તથા 27 સામાયિક, જ્ઞાનવધૅક સ્પર્ધા, ગાદીના સ્થાને 12 કલાકના અખંડ જાપ જેવા ધાર્મિક અનુષ્ઠાનો નું આયોજન કરેલ હતું.
પોલા અઠ્ઠમના એકાસણા પૂજ્યશ્રીના કાયમી ફંડ માંથી સંઘના રસોડે કરાવવામાં આવેલ હતા.
બધા જ પ્રોગ્રામોમાં સારી સંખ્યામાં સંઘના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહ સાથે ભાગ લીધેલ હતો. ત્રણ દિવસ તપ – ત્યાગ સાથે ઉજવવામાં આવેલ હતા.
સંપ્રદાયના એકમાત્ર ગાદીના ધામ માંડવી શ્રી સંઘવતી પરમ પૂજ્ય ગચ્છાધિપતિ દેવજીસ્વામીને સ્મરણાંજલિ અર્પેલ હોવાનું જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા