કલા મહોત્સવમાં નીપૂણ ભારત અંતર્ગત બાળવાર્તા માં, જિલ્લા પંચાયત સંચાલિત, માંડવી શહેરની જૈનનૂતન પ્રાથમિક શાળામાં બીજા ધોરણમાં અભ્યાસ કરતો તેજસ્વી વિદ્યાર્થી સાધુ રુદ્ર પંકજભાઈ, તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થતા હવે જિલ્લા કક્ષાએ માંડવી તાલુકા નું પ્રતિનિધિત્વ કરશે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના પ્રકરણ ચાર મુજબ વાર્તાકથન આધારિત શિક્ષણશાસ્ત્રને એક માપદંડ આધારિત શિક્ષણ શાસ્ત્ર તરીકે જોવામાં આવશે.
જી ૨૦ અને વાસુદેવ કુટુંબકમની થીમ અત્યારે દિલ્હીમાં ચાલી રહી છે. ત્યારે આપણા કર્મયોગીઓને સાથે લઈને એક બિલ્લી કેવી રીતે દિલ્હી પહોંચે છે એ આ બાળવાર્તા નો હેતુ છે.
આ બાળવાર્તા માટે સાધુ રુદ્ર પંકજભાઈ ને શાળાના શિક્ષિકા દીપાબેન ચૌહાણે માર્ગદર્શન આપેલ હોવાનું, શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને શાળાની એસ.એમ.સી.ના શિક્ષણવિદ દિનેશભાઇ શાહે જણાવ્યું હતું.
સાધુ રુદ્ર પંકજભાઈ ને શાળાની SMCના અધ્યક્ષ શ્રીમતી કુંજલબેન શાહ, શાળા પરિવાર અને SMCના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.
સાધુ રુદ્ર પંકજભાઈ ને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા