માંડવી એન્કરવાલા શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં 77 માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી.

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રીમતી મણીબેન પ્રેમજી કારાણી મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત એન્કરવાલા શ્રી સરસ્વતી વિદ્યામંદિર – માંડવીમાં 77 મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી વિદ્યાલયના પૂર્વ છાત્ર તથા એસ.એસ.સી.માર્ચ – 2023 ની પરીક્ષામાં વિદ્યાલયમાં પ્રથમ ક્રમાંક મેળવેલ શિવ રમેશભાઈ મહેશ્વરી ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

વિશેષ ઉપસ્થિતિમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા નિવૃત્ત આચાર્ય શ્રી દિનેશભાઈ શાહ રહ્યા હતા.
વિદ્યાલયના ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા યોગની કૃતિ રજૂ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા પાંચ ભાષાઓમાં (સંસ્કૃત, કચ્છી, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી) પ્રતિજ્ઞાપત્ર રજૂ કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રસંગ અનુરૂપ દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યા હતા જેના દ્વારા દેશભક્તિમય વાતાવરણ થઈ ગયું હતું.


કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી દિનેશભાઈ શાહે પોતાનું ઉદબોધન આપ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ ટ્રસ્ટના નિયામક શ્રી ધર્મેશભાઈ જોશી એ કરી હતી. આ કાર્યક્રમમાં ૫૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ, ૩૦૦ જેટલા વાલીઓ, ૧૦૦ જેટલા પૂર્વ છાત્રો, વિદ્યાલયના ટ્રસ્ટના મંત્રી શ્રી શાંતિલાલ ગણાત્રા, ટ્રસ્ટી વ્યવસ્થાપક શ્રી હિરજીભાઈ કારણી, જાગૃતીબેન ઠાકર તેમજ સર્વે આચાર્યગણ તથા સહાયકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રીતિબેન જેઠવા દ્વારા કરવામાં આવ્યું હતું. તથા કાર્યક્રમના સંયોજક કુ. આયુષીબેન વેલાણી અને કુ. પ્રિયાબેન આચાર્ય રહ્યા હતા.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *