કે સી આર સી (અંધજન મંડળ)હૉસ્પિટલ ભુજ, ગાયત્રી પરિવાર નલિયા,નલિયા લોહાણા મહાજન,તૃપ્તિબેન રતનશી આશર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સયુંકત આયોજિત તમામ રોગો ની તપાસણી કે. સી .આર.સી.આઈ હોસ્પિટલ નાં ડો. શુભમ રાવત અને ડો. ઉજ્જવલ બહુગુણા એ કરી હતી અને દવા ટીપાં ફ્રી આપ્યા હતા. કંઝેસ્ટી વાઇટસ્ માટે ગોગલ્સ અને ટીપા ૧૩ જણાને ફ્રી અપાયા હતા.
મોતિયા અને વેલના ૧૨ જણાંઓ નાં ટાંકા વગર નાં ઓપરેશન કે સી આર સી આઈ હોસ્પિટલ ભૂજ માં ફ્રી કરી અપાશે.
પડદાવાળા ૩ જણા નાં,જામર વાળા ૧ જણ નાં ઓપરેશન યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત “ધન લક્ષ્મી બેન આઈયા સાર્વજનિક ચેરી.ટ્રસ્ટ નલિયા” મારફત ફ્રી કરી અપાશે.
નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલા કેમ્પ ની શરૂઆત સરપંચ શ્રી રામજીભાઈ કોલી,ડો.શ્રી ઓ અને સેવાભાવી ઓ નાં હસ્તે દિપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી.
આ કેમ્પ નાં આયોજન અને પ્રચાર પ્રસાર માં ( હરેશભાઈ ઠકકર (ગાયત્રી પરિવાર ), પચાંણભાઈ ગઢવી કે સી આર સી ભૂજ,નારાયણજી ભાઈ ઠકકર અને અબ્દુલભાઈ મેમણ નો મુખ્યત્ત્વે સહયોગ રહ્યો હતો.
નલિયા લોહાણા મહાજન નાં મનોજભાઈ કતિરા,શૈલેષ ભાઈ વડેરા અને અંકિત ભાઇ આઇયા એ સુંદર વ્યવસ્થા અને સંચાલન કર્યું હતું.
મહેન્દ્ર ભાઈ વ્યાસ,કાંતિભાઈ ખત્રી અને રોનક છેડા એ આ કેમ્પ માં પણ સારી મહેનત કરી હતી.
કચ્છ ગાયત્રી પરિવાર નાં શીવજીભાઈ મોઢ, સુકેતુ ભાઈ રૂપારેલ, ડો શ્વેતા બેન સેલોત પ્રચાર પ્રસાર માં ઉપયોગી રહ્યા હતા.
કે સી આર સી ભૂજ નાં મેનેજર અરવિંદ સિંહ ગોહિલ નાં નેજા હેઠળ ઈશ્વરભાઈ ડામોર અને સંસ્થાની ટીમ પણ ઉપયોગી બની હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા