આજરોજ તા 17/8/23 ના રોજ લીલીયા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ.
જે અંતર્ગત તાલુકા પંચાયત ના પટાંગણમાં દેશનાં વીર શહીદોની યાદમાં બનાવવામાં આવેલ.
શીલાલકમ નું હાજર રહેલ મહાનુભાવો તથા અધિકારી ગણ ની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવેલ તથા બહોળી સંખ્યામાં ઉપસિથત ગ્રામજનો દવારા પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવેલ.
તાલુકા પંચાયત ખાતે ઉભી કરવામા આવેલ સેલ્ફી પોઇન્ટમાં સેલ્ફી પડાવવા અનેરો ઉત્સાહ લોકો માં જોવા મળ્યો હતો.
તેમજ તાલુકા પંચાયતના પટાંગણ માં મામલતદાર રાદડીયા PSI એસ આર ગોહિલ TDO હેતલબેન કટારા તાલુકા હેલ્થ ઓફિસર સિધપુરા સરપંચ જીવન ભાઈ વોરા વર્ગ ચાર ના કર્મચારી પરેશભાઈ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ.
સાથે સાથે લીલીયા તાલુકા પંચાયત એ વર્ગ- ૪ ના કર્મચારી ના હસ્તે ધ્વજવંદન કરાવી ઉતમ ઉદાહરણ પૂરૂ પાડેલ.
આ કાર્યક્રમ માં તાલુકા પંચાયત ને સેવા પુરી પાડનાર નિવૃત કમચારીઓનું સન્માન ની સાથે સરકારશ્રી ની યોજનાનો લાભાર્થી ઓને લાભ સ્થળે જ આપવામાં આવેલ.
આ કાર્યક્રમ ના અંતે તાલુકા પંચાયત ના કર્મચારીઓ અને પદાધિકારીઓ એ દેશ ભકિતનાં ગીતોમાં લીન થઇ જતા સમગ્ર માહોલ દેશભકિતથી તરબોળ થવા પામેલ.
આ તકે બાહદુર ભાઈ બેરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી ગૌતમભાઈ વિછીયા જીગ્નેશ સાવજ સહિત ના તાલુકા પંચાયત સદસ્યો તા.પ કર્મચારી ગણ તેમજ ગ્રામ જનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ.
અહેવાલ :- ઇમરાન પઠાણ, લીલીયા મોટા