અમરેલી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંદળના દ્વારા લીલીયા મોટા ની શાંતાબેન વિદ્યાલય મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ શ્રી ઇતેશભાઇ મહેતા ના અધ્યક્ષ સ્થાને 101યુવાનો ને ત્રિશૂળ દિક્ષા સમારોહ યોજાયેલ.
જેમાં પૂજાપાદર આનંદ કુટીર આશ્રમના મહંત શ્રી પરમ પૂજ્ય બાલુ ગિરિબાપુ ના ઉપસ્થિતિ મા દીક્ષા આપવામાં આવેલ.
આ પ્રસંગે જિલ્લા વિહિપ ના અધ્યક્ષ ઈતેશભાઈ મહેતા, ભાવનગર વિભાગ બજરંગ દળ સહ સંયોજક સંજય ભાઈ બાભણીયા, પ્રખંડ પ્રભારી દિલીપસિંહ ઠાકોર જિલ્લા કોષાધ્યક્ષ ડો.પંકજભાઈ ત્રિવેદી, જિલ્લા સત્સંગ પ્રમુખ
કમલેશ બાપુ અગ્રાવત , મઠ, મંદિર સંપર્ક પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડ લીલીયા વેપારી મંડળ ના પ્રમુખ પરીનભાઈ સોની , પીઢ અગ્રણી તુલસીભાઈ શેખલિયા, લીલીયા ના સામાજિક , રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમમાં ઇતેશભાઈ મહેતા એ હિંદુ યુવાન ને સક્રિય હિન્દુ ની ભૂમિકા થી માહિતગાર કરેલ ડો.પંકજભાઈ ત્રિવેદી એ ત્રિશૂળ નું મહત્વ સમજાવેલ અને દિલીપસિંહ એ યુવાનો ને ધર્મ કાર્ય માં સક્રિય રહેવા આહવાન કરેલ. કાર્યક્ર્મ નું સંચાલન જય અગ્રાવતે કરેલ.
આ સુંદર આયોજન માં પ્રખડ પ્રમુખ નિલેશ શેખલિયા, મંત્રી દિનશભાઈ સંગતાની, બજરંગ દળ આયોજક વિજય ભૂવા , તેમજ વિજર દબસરા વગેર જહેમત ઉઠાવેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
અહેવાલ :- ઇમરાન પઠાણ, લીલીયા મોટા