શ્રી કપાયા જૈન સેવા સમાજ દ્વારા સંચાલિત સાર્વજનિક દવાખાના નો શુભારંભ કરવામાં આવ્યો હતો જે કાર્યક્રમ ના મુખ્ય મહેમાન શ્રી અનિરુદ્ધભાઈ દવે (ધારાસભ્ય)ના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય કરી દવાખાનું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
મોટા કપાયા મધ્યે આ દવાખાનું જૈન સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા છેલ્લા 40 વર્ષ થી કાર્યરત હતું પરંતુ કોરોનાકાળ સમયે દરમિયાન 2 થી 3 વર્ષ સુધી બંધ થઈ ગયું હતું જે દવાખાનું ફરી શરૂ કરવામાં આવ્યું છે શ્રી કપાયા જૈન સેવા સમાજ ની નવનિયુક્ત કારોબારી ટીમ ની આ પહેલ ને શ્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા વધાવવામાં આવી હતી અને આવી જ રીતે દરેક ગામડાઓમાં જૈન સમાજ અને અન્ય સમાજો આગળ આવે અને સમાજ કલ્યાણ, જીવદયાના અને પર્યાવરણ ના કાર્યો જૈન સમાજ આગળ આવે અને વેગવાન બનાવે એવી નેમ વ્યક્ત કરવામાં આવી હતી.
અનિરુદ્ધભાઈ દવે દ્વારા ખાસ કહેવામાં આવ્યું હતું કે મુંબઈમાં રહીને હંમેશા વતનની ચિંતા કરવા વાળા જૈન સમાજ હમેશાં અગ્રેસર રહ્યું છે અને હંમેશા વતન માટે અને વતનના લોકોની સુખાકારી માટે હંમેશા ચિંતા કરતું રહ્યું છે ત્યારે મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામ મધ્યે સાર્વજનિક દવાખાના નું શુભારંભ કરવામાં આવી છે જે દવાખાનાનું લાભ મોટા કપાયા ગામના આજુબાજુના ગામડાઓ ના લોકોને મળી રહેશે.
આ દવાખાના ના શુભારંભ પ્રસંગે શ્રી મહેન્દ્રભાઈ ગઢવી(કચ્છ જી. પ. ચેરમેન), શ્રી કિશોરસિંહ પરમાર(મુંદરા બારોઈ નગરપાલિકા પ્રમુખશ્રી), શ્રી શક્તિસિંહ જાડેજા(મુંદરા તાલુકા યુવા ભાજપ પ્રમુખ), શ્રી અમુલભાઈ દેઢિયા(જૈન સમાજ અગ્રણી), શ્રી વિજયસિંહ જાડેજા (મુંદરા બાર એસોસિયેશન ના પ્રમુખશ્રી), શ્રી ભરતભાઈ ગોગરી (કચ્છ યુવક સંઘ પ્રમુખશ્રી), મોટા કપાયા ગામ ના સરપંચ અને ઉપસરપંચ, શ્રી નવલસિંહ પઢિયાર, માવજી બાપા વગેરે મહેમાનો ઉપસ્થિત રહી સૌ ને શુભકામનાઓ પાઠવી હતી અને કાર્યક્રમ ને સોભાવ્યો હતો.
શ્રી કપાયા જૈન સેવા સમાજ દ્વારા સંચાલિત સાર્વજનિક દવાખાના માં ડૉ. કાવેરી મહેતા દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે
સમગ્ર કાર્યકમ ને સફળ બનાવવા શ્રી કપાયા જૈન સેવા સમાજ ના ટ્રસ્ટીશ્રીઓ મુંબઈ થી ખાસ પધાર્યા હતા અને મોટા કપાયા ખાતે રહેતા ટ્રસ્ટીશ્રી જયંતિલાલ જેઠાલાલ મામણીયા એ જહેમત ઊઠાવી સફળ બનાવ્યો હતો.
અહેવાલ :- ઇમરાન અવાડીયા