માંડવીના સમસ્ત જૈન સમાજમાં પ્રથમ જ વખત B. ARCH ની ડિગ્રી મેળવતી ઉન્નતિ મિતેશ ગાંધી.

માંડવીના સમસ્ત જૈન સમાજમાં પ્રથમ જ વખત ઉન્નતિ મિતેશભાઈ ગાંધીએ B. ARCHની ડિગ્રી મેળવીને માંડવી જૈન સમાજનું ગૌરવ વધારેલ છે.
અમદાવાદની પ્રતિષ્ઠિત L. j. સ્કૂલ ઓફ આર્કીટેકચર માંથી SPI 9.13 જેટલા ઉચ્ચ ગુણાંક સાથે B. ARCH ની ડિગ્રી મેળવીને વાગડ બે ચોવીસી જૈન સમાજ અને માંડવી જૈન સમાજનું ગૌરવ વધારે હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
તેજસ્વી જૈન યુવતી ઉન્નતી મિતેશભાઈ ગાંધી એ કાંતાબેન વાડીલાલ દોશી અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલ દોશી ની દોહીત્રી, શ્રીમતી હેતલબેન મિતેશભાઈ ગાંધીની પુત્રી તથા રેખાબેન રમણીકભાઈ ગાંધી ની પૌત્રી થાય છે.
ઉન્નતી ગાંધીને માંડવીના પૂર્વ નગરપતિ રશીકભાઈ દોશી, પ્રભાબેન ગાંધી, ભરતભાઈ ગાંધી, રાજેશભાઈ દોશી અને જૈમીન દોશી અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ઉન્નતી ગાંધીએ ધોરણ 12 સુધીનો અભ્યાસ માંડવીની SKRM અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં અભ્યાસ કરેલ છે.ધોરણ 12 પછીનો અભ્યાસ અમદાવાદમાં વાગડ બે ચોવીસીના છાત્રાલયમાં રહીને અમદાવાદની કોલેજમાં અભ્યાસ કરેલ છે.
ઉન્નતી ગાંધી ને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે

અહેવાલ :- ઇમરાન અવાડીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *