જ્યારે ભારત ને સોનાની ચિડિયા ની ઉપમા આપવામાં આવી છે ત્યારે કચ્છને આપને જરૂરથી કોહિનૂર કહી શકાય છે કારણ કે કચ્છ એ ઘણું બધું આપ્યું છે કચ્છ માં રહેલી કલા અને યુવાનોમાં રહેલી તાકાત એ અકલ્પનીય છે કચ્છ હમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે હાલમાં કચ્છના છેવાડાના સરહદી વિસ્તાર ના મુંદરા જેવા નાનકડા નગર માંથી શ્રી ભૂષણ રમેશભાઈ ભટ્ટ દ્વારા એક પુસ્તક ની રચના કરવામાં આવી છે જે પુસ્તકનું વિમોચન ગોવા ખાતે તાજેતરમાં કરવામાં આવ્યું હતું અને શ્રી ભૂષણભાઈ ભટ્ટ વિશે વાત કરીએ તો તેઓ છેલ્લા ૨૨ વર્ષ થી કોર્પોરેટ સેક્ટર માં કાર્યરત હોવા ની સાથે સાથે અનેક વિધ સેવા કાર્યો અને સામાજિક સંગઠન સાથે જોડાયેલા છે એમના પિતા શ્રી રમેશભાઈ ભટ્ટ અને તેમના પત્ની બંને શિક્ષક તરીકે ની સેવાઓ પૂરી પાડી હતી અને શ્રી રમેશભાઈ ભટ્ટ હાલ શિક્ષક તરીકે નિવૃત્ત થઈ સમાજસેવા જેવા કાર્યો માં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી રહ્યા છે ભૂષણભાઈ ની સફળતા માં તેમના પિતા-માતા દ્વારા ખુબ મોટું યોગદાન, સહયોગ અને માર્ગદર્શન મળ્યું હતું એટલે આજે ભુષણભાઈ સફળતાના શિખરો પર પહોંચી શક્યા છે.
છેલ્લા થોડા સમય પહેલા જ તેઓ એ “ધ રેપિડ વેલનેસ્સ મોડેલ” નામનું પુસ્તક લખી વધુ એક સિદ્ધિ હાસિલ કરી છે. ઇંગલિશ ભાષા માં લખાયેલા અને ગોવા મધ્યે ભારત ના વિખ્યાત NLP ટ્રેનર ડો. યોગેન્દ્ર સિંહ રાઠોડ ના હસ્તે અનાવરણ થનાર આ પુસ્તક ને મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ તરફ થી પણ અભિનંદન પ્રાપ્ત થયા છે. સાથે સાથે માઈન્ડ પાવર ઇન્ડસ્ટ્રી ના ખુબ પ્રખ્યાત ટ્રેનર અને ગુજરાતી બેસ્ટ સેલર પુસ્તક “પ્રેરણા નું ઝરણું” પુસ્તક ના લેખક અને ભૂષણ ભાઈ ના ગુરુ એવા ડો. જીતેન્દ્ર અઢિયા એ પણ આ પુસ્તક ને વખાણ્યું છે.
આ પુસ્તક ખાસ કરીને “વરકિંગ પરફેશનલ્સ” ને એન્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશન જેવી માનસિક પરિસ્થિતિઓ માં મદદ રૂપ બનવા ના ઉદ્દેશ થી લખાયેલું છે. આ પુસ્તક ૪ ઓગસ્ટ ના રોજ અમેઝોન વેબ સાઈટ પર પ્રકાશિત કરવામાં આવ્યું હતું. અને જોત જોતા માં વેલનેસ શ્રેણી માં આ પુસ્તક નંબર વન બેસ્ટ સેલર ની સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યું છે. . ગણી વાર માનસિક તકલીફ ની પરિસ્થિતિઓ નો ભોગ બનનાર વ્યક્તિ ખુદ પણ નથી જાણતો હોતો કે તે કોઈ માનસિક તકલીફ માંથી પસાર થઇ રહ્યો છે. આ પુસ્તક માં આ તમામ તકલીફો ના લક્ષણ પરિભાષા અને તેમાં થી કઈ રીતે સરળતા થી બહાર આવી શકાય એ પ્રકાર ના ઉપાયો નો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે લેખક ભૂષણ ભાઈ માઈન્ડ પાવર ની સાથે સાથે “ન્યુરો લીંગવેસ્ટિક પ્રોગ્રામિંગ” એટલેકે NLP જેને કમ્પ્યુટર ની ભાષ માં સમજીયે તો આપણા મગજ ને પ્રોગ્રામ કરવાની ભાષા ના એક્સપર્ટ કોચ છે. અને ઉપર જણાવ્યા મુજબ ની માનસિક તકલીફો માં માંથી પસાર થઇ રહેલા લોકો ને મદદ રૂપ થવા આ પુસ્તક ઉપરાંત વ્યક્તિગત કોચિંગ પણ આપે છે. તેઓ નું મિશન અને વિઝન ૧ મિલિયન લોકો ને આ તકલીફ માંથી બહાર લાવી સ્વસ્થ જીવન જીવવા મદદ રૂપ થવાનું છે. આ બુક માટે ભૂષણ ભાઈ ને ઠેર ઠેર થી અભિનંદન પ્રાપ્ત થઇ રહ્યા છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા