માંડવી શહેરની ધોરણ પાંચ થી આઠ વાળી 14 સરકારી પ્રાથમિક શાળાઓને, મૂળ માંડવીના પરંતુ હાલમાં બેંગલોર નિવાસીદાતા તરફથી, બોલપેન નું વિતરણ કરાયું હતું.
છેલ્લા આઠ વર્ષથી માંડવીના વતન પ્રેમી બેંગ્લોર નિવાસી, માંડવીની સરકારી પ્રાથમિક શાળાઓને માંડવીના શાહ નિશાંતભાઈ સુરેશભાઈ ની પ્રેરણાથી શાહ કિરણભાઈ વછરાજ તરફથી યુનિફોર્મ, બોલપેન અને નોટબુકનું વિતરણ કરી રહ્યા છે.
પ્રેરણાદાતા નિશાંતભાઈ શાહ, પ્રમુખ સ્થાને થી દાતા ની દિલેરી ને બિરદાવી, આ કાર્યમાં સહકાર આપતા દિનેશભાઈ શાહ, દિલીપભાઈ જૈન અને ઈશ્વરભાઈ ગણાત્રા ને અભિનંદન આપી તેમનો આભાર માન્યો હતો. ઈશ્વરભાઈ ગણાત્રા હાલમાં કેનેડા હોય તેમના સ્થાને જીતુભાઈ સોની સહકાર આપી રહ્યા છે.
કચ્છ જિલ્લા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ ખટારીયા એ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકતા દાતાને અભિનંદન પાઠવી તેમનો આભાર માન્યો હતો.
માંડવી તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહે દાતા નો આભાર માની પ્રેરણાદાતા નિશાંતભાઈ શાહને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રારંભમાં યજમાન તાલુકા ગ્રુપ પ્રાથમિક શાળા નંબર 1 ના આચાર્યા શ્રીમતી નિલમબેન ગોહિલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા.
આ પ્રસંગે તાલુકા ગ્રુપ શાળાના બાળકોને બોલપેન નું પ્રતિક વિતરણ તેમજ શહેરની ઉપસ્થિત શાળાઓના આચાર્યો અને શિક્ષકોને બોલપેનનું વિતરણ મંચસ્થ મહેમાનો કમલેશભાઈ ખટારીયા, નિશાંતભાઈ શાહ, દિનેશભાઈ શાહ, દિલીપભાઈ જૈન, જીતુભાઈ સોની, હર્ષદભાઈ અમીન, નીલમબેન ગોહિલ, પુનિતભાઈ વાસાણી, નયનાબેન દવે વગેરે ના હસ્તે વિતરણ થયું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા ગ્રુપ શાળાના શિક્ષિકા શ્રીમતી રીટાબેન શાહે કરેલ હતું. જ્યારે શહેરની જૈન નુતન શાળા નંબર ત્રણ ના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ આભાર દર્શન કરેલ હતું.
આ પ્રસંગે નિશાંત ભાઈ શાહ, કમલેશ ભાઈ ખટારીયા, દિનેશ ભાઈ શાહ દિલીપભાઈ જૈન અને જીતુભાઇ સોની નું શાળા પરિવારે શાલ ઓઢાડી ને સન્માન કર્યું હતું ખલફાન શાળા ના આચાર્ય વસંતભાઈ, રતનશી મુળજી કન્યા શાળા ના આચાર્ય બલવંતસિંહ ઝાલા અને ડૉ જયંત ખાત્રી પ્રાથમિક શાળા ના યોગેશ ભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- ઇમરાન અવાડીયા