બોગસ મરણ પ્રમાણપત્ર કાઢી આપનાર તલાટી કમ મંત્રી દ્વારકા ના પતિ પત્ની ને હાઇકોર્ટમાં લઈ જઈ જેલના સરિયા ગણાવાની ફરિયાદીની તૈયારીઓ
બેટ દ્વારકાના એક જાગૃત નાગરિક દ્વારા આ બોગસ બિલ બનાવનાર તેમજ બોગસ પ્રમાણપત્ર કાઢી આપનાર અને પતિ પત્ની દ્વારકાના રહેવાસી વિરુદ્ધ મુખ્યમંત્રી ગૃહ મંત્રી કાયદા
મંત્રી તેમજ સચિવ જમીન મહેસુલ ગુજરાત રાજ્ય એસપી નિતેશ પાંડે દેવભૂમિ જિલ્લાના સહિતનાઓને લેખિત ફરિયાદ આપેલ છે
કૃષ્ણની પવિત્ર એવી નગરી બેટ દ્વારકામાં ગેરકાયદેસર રીતે દ્વારકામાં રહેતા પતિ પત્ની દ્વારા ગેરકાયદેસર જમીનનું મોસ મોટું કૌભાંડ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે
આ ફરિયાદ કરનાર બેટ દ્વારકાના એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે આ સમગ્ર મામલામાં જમીન કૌભાંડમાં સરકારી બાબુઓ પણ મોટા વહીવટો કરી જમીન કૌભાંડમાં સામેલ હોય તેમ પણ ફરિયાદી દ્વારા જણાવેલ છે?
દ્વારકાના પતિ પત્ની દ્વારા દ્વારકા તાલુકામાં આવેલ પવિત્ર કૃષ્ણ નગરી બેટ દ્વારકા માં નવા રે. સરવે નંબર ૩૭૬ તથા ૪૪૮ વળી ખેતી ની જમીન મૂળ માવજી દેવજી ના નામ યોગ આવેલી જે અંગે ગામના નમુના નંબર 6 પત્ર કે નોંધ નંબર ૯૮ થી આવેલ ત્યારબાદ માવજી દેવજી નું અવસાન થતા દેવકુવર તેમાવજી દેવજી ની વિધવા ના નામજો ગામ નમુના 6 હક પત્ર કે વારસાઈ નોંધ નંબર૧૩૭ થી દાખલ થયેલ ત્યારબાદ નોંધ નંબર ૧૬૯ થી ટુકડા અંગે તેમજ નોંધ નંબર ૫૮૮ થી પ્રમોલગેસન અંગે નોંધ થયેલ
ત્યારબાદ દેવકુવર માવજીએ પોતાની હયાતીમાં ઇલાબેન નરોતમ નામ યોગ ઉકત જમીનનું ખોટું યાને બોગસ વિલ એને હોશિયતનામું બનાવવામાં આવેલ છે તારીખ 17 10 1988 ના રોજ કરેલ સ્વ. દેવકુવર માવજીનું અવસાન તા.૧૬/૧૧/૧૯૯૦નારોજ સાંથલ તેમના અવસાન તે બાદ સબ રજીસ્ટ્રાર કચેરીના રજી.અનુ.નં.૧૫૭૭થીતા.૧૩/૧૧/૨૦૨૦ ના રોજ નોંધાયેલ અને તે વિલના આધારે ઇલાબેન નરોત્તમ નામજોગ ગામ નમુના નં.૬ હક પત્ર કે વારસાઈ નોંધ નં.૭૪૮ થી દાખલ થયેલ
આ બોગસવિલ ની નોંધ થયા બાદ સરકારી અધિકારીને અંધારામાં રાખી રે.સે.નં.૩૭૬(જુના ૫૧૬) વાળી જમીન બીન ખેતી પણ કરાવી લીધેલ છે જે અંગે ગામ નમુના નં.૬ હક પત્ર કે નોંધ નં.૭૭૦ થી દાખલ થયેલ છે
હવે જાગૃત નાગરિકની ફરિયાદ અહીંથી શરૂ થાય છે
દ્વારકામાં રહેતા પતિ પત્ની બેટ દ્વારકા માં આવેલ જમીન માં ખોટી રીતે તલાટી કમ મંત્રી સાથે મિલીભગત કરી કરાવી ખોટી રીતે મરણ દાખલો મેળવેલ કેમકે મરણ દાખલો જોતા જ માલુમ પડે છે કે મરણની તારીખ અને નોંધણીની તારીખ બંને એક જ એટલે કે તા.૧૬/૧૧/૧૯૯૦છે તેમજ નોંધણી ક્રમાંક – ૩ ત્રણ છે અને તલાટી કમ મંત્રી નાના ભાવડા દ્વારા તા.૩૦/૯/૨૦૨૦ ના રોજ મરણ પ્રમાણપત્ર કાઢી આપવામાં આવેલ છે
વધુ વિગતે જોતા જન્મ મરણની નોંધણી વર્ષ જાન્યુઆરી થી ડિસેમ્બર માસ સુધીનું હોય છે આમ નવેમ્બરમાં સુધી ગામમાં માત્ર અન્ય બે જ મરણ થયા હોય તેવું બની શકે નહીં બીજું જે બાઈ ની સંતાન અવસાન પામેલ હોય તો તેમના એવા કયા સગા સંબંધી હોય કે તે જ દિવસે મરણની નોંધણી કરાવે આમ આ મરણ પ્રમાણપત્ર તેમજ મરણ પ્રમાણપત્ર કાઢી આપનાર તલાટી કમ મંત્રી પણ શંકા ના ડાયરામાં આવે છે
આમરણ દાખલો ઓરીજનલ છે કે ડુપ્લીકેટ એ પણ લખવામાં આવેલ નથી પ્રાપ્ત જાણકારી મુજબ દેવકુંવરબેન નાના પાવડા નહીં પરંતુ દ્વારકા મુકામે ખારવા દરવાજા માં રહેતા હતા અને અહીં જ અવસાન પામેલ છે
આમરણ પ્રમાણપત્ર કાઢી આપનો તલાટી કમ મંત્રી અગાઉ પણ આવા અન્ય કુંભાંડો કરવામાં આવેલ છે એમ પણ જાણવા મળેલ છે નાના પાવડા નું મરણ રજીસ્ટર તલાટી કમ મંત્રી ના ભાવડા પાસેથી મંગાવી ચકાસણી કરવામાં આવે તો મરણ પ્રમાણપત્ર અંગેની સત્ય હકીકત બહાર આવે તેમ છે
ઓખા થી બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ બનતા કૃષ્ણનગરી બેટ દ્વારકા માં આવેલ જમીનો ના ભાવ હાલ આસમાને ઉછડી રહ્યા છે ત્યારે દ્વારકામાં રહેતા પતિ પત્ની કરોડ રૂપિયાની મિલકત ઉપર નજર બગડતા બોગસ કાગળ ઊભા કરી જમીન પચાવાની સાજીસ કરેલી હોય તેમ ફરિયાદીનું માનવું છે
આ ફરિયાદી કર્યા બાદ સરકારી બાબુઓ કાયદેસર કાર્યવાહી નહીં કરે તો સમગ્ર મામલે જાગૃત નાગરિક દ્વારા હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે અને આ બંને પતિ-પત્નીને જેલના સળિયા પાછળ ધકેલવા પુરા પ્રયાસો કરવામાં આવશે
અહેવાલ :- અનિલ લાલ, દ્વારકા