ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ એવા રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ મુંદરા મધ્યે આયોજન કરવામાં આવ્યું હતું
ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થાના વિવિધ રાષ્ટ્રીય પ્રકલ્પો ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મુન્દ્રા નગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય પ્રકલ્પ અંતર્ગત રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમની શુભ શરૂઆત સૌપ્રથમ માં ભારતીના ચરણોમાં વંદના અને આમંત્રિત મહેમાનો ના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી ત્યારબાદ પધારેલા મહેમાનોનું સન્માન કરી કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો
ત્યારબાદ સંસ્થાના સચિવ શ્રી કેતનભાઈ પ્રજાપતિ એ ભારત વિકાસ પરિષદ નો પરિચય આપી સંસ્થાના પ્રકલ્પો વિશે સૌ ને સમજ પૂરી પાડી હતી.
આ રાષ્ટ્રીયગાન સમૂહ ગાન સ્પર્ધા માં મુન્દ્રા નગર તેમજ તાલુકાની મળીને કુલે 14 જેટલી શાળાઓ ના બાળકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ભાગ લેનાર શાળાના બાળકો એ હિન્દી તેમજ સંસ્કૃત ભાષામાં દેશભક્તિ માં ગીતો રજૂ કરી પોતાની કલાકૃતિ સંગીતના વાદ્યો સાથે સૌ સમક્ષ રજૂ કરી હતી અને નિર્ણાયકો તરીકે સંગીતમાં વિશારદ ની પદવી મેળવેલા એવા ગાંધીધામ થી પધારેલા શ્રી તુષારભાઈ સોલંકી દુગેશભાઈ માલી અને ચિરાગભાઈ સોલંકી નો સરસ સહયોગ સાંપડ્યો હતો અને સર્વે મહેમાનોની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નિર્ણાયકો દ્વારા ખૂબ સુંદર રીતે સ્પર્ધકોને તેમની આગવી કલા અને વાજિંત્રો સુર ને ઓળખી અને વિજેતાઓ ઘોષિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નિર્ણાયકોના નિર્ણય ને માન્ય રાખી સંસ્થા દ્વારા વિજેતા ટીમના સર્વે સ્પર્ધકોને સંસ્થા વતી મોમેન્ટો અને સર્ટિફિકેટ આપી નવાજવામાં આવ્યા હતા અને ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા ના પ્રમુખ શ્રી પરાગભાઇ સોમપુરા એ બાળકો ને પ્રોત્સાહિત કરી સાથે સાથે રાષ્ટ્રીય સમૂહ ગાન ના પ્રકલ્પ નું મહત્વ સમજાવ્યું હતું અને જેનાથી ભવિષ્યમાં બાળકો આગળ વધે એવો કોલ આપ્યો હતો.
સમગ્ર કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ કારોબારી ટીમ અને સદસ્યો નો ખુબ સુંદર સહકાર મળ્યો હતો અને રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાના સંયોજક પૂજાબેન જોશી અને સહસંયોજક હેતલબેન ઉમરાણીયા એ જહેમત ઉઠાવી હતી.
ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા ને બાળકો ને પ્રોત્સાહિત કરવા મારવાડી યુવા મંચ મુંદરા પોર્ટ અને શ્રી પુનીતભાઈ માકડીયા દ્વારા ખુબ સરસ આર્થિક સહયોગ પણ મળ્યો હતો અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ મુન્દ્રા દ્વારા સ્કૂલ કમ્પાઉન્ડમાં આવેલ સેનેટોરિયમ હોલ વિના મૂલ્યે આપવામાં આવ્યું હતું અને ખુબ સરસ સહકાર અને સહયોગ મળ્યો હતો.
સોનામાં જેમ સુગંધ ભળે એવું ખૂબ મહત્વ ની ભૂમિકા જેમની હોય અને સૌથી અઘરું કામ કાર્યક્રમનું સંચાલન નું હોય છે તે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂજાબેન જોશી અને હેતલબેન ઉમરાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને સૌ ને મંત્રમુગ્ધ કર્યા હતા.
આમ સમગ્ર કાર્યક્રમના અંતે ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા દ્વારા પધારેલા સૌ મહેમાનો અને શાળાના સ્પર્ધકો માટે નાસ્તાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં સંસ્થાના સદસ્ય શ્રી જયંતીલાલ મામણીયા એ ખૂબ સુંદર સહયોગ આપ્યો હતો અને સાથે સાથે રાજેશભાઈ ઠક્કર, મંજુલભાઈ ભટ્ટ, કમલેશ વોરા પણ જોડાયા હતા.
ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા દ્વારા આમંત્રણ ને માન આપી પધારેલા સૌ મહેમાનો અને સ્પર્ધકોની ટીમ નું શબ્દરૂપી આભાર વ્યક્ત કરવામાં આવેલ હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા, મુન્દ્રા કચ્છ