મુન્દ્રા તાલુકા NSUI દ્વારા મુન્દ્રાની શેઠ આર.ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓની વિવિધ સમસ્યાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં કોલેજની અંદર સફાઈ નો ખુબ અભાવ છે સમયસર સફાઈ થતી નથી , કોલેજમાં અવારનવાર અસામાજિક તત્વો આવી લુખ્ખાગીરી કરતા હોય છે તે ન થાય તેના માટે સિક્યુરિટી ગાર્ડ રાખવા મા આવે અને પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે આ મુદ્દાને લઈને કોલેજના પ્રિન્સિપલ શ્રી ને રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્ર આપતી વખતે કચ્છ જિલ્લા NSUI ના મહામંત્રી વિવેકસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા NSUI ના પ્રમુખ જુવડ નિખિલ તાલુકા મંત્રી શોધમ હિતેશ સહિતના આગેવાનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
અહેવાલ :- ઇમરાન અવાડીયા, મુન્દ્રા કચ્છ