લીલીયા મોટા ખાતે અતિવૃષ્ટિના કારણે નાના રાજકોટ થી ગુંદરણ માર્ગ પર આવેલ પાણીના વોકળામાં પોસ્ટ માં નોકરી કરતા સોફિયા મહેશ ભાઈ વસાવા અને એમની બેન બન્ને આ માર્ગ પરથી પસાર થતી વેળા એ અચાનક પાણી નો પ્રવાહ આવતા પાણીમાં એમની એક્ટિવા બાઈક સાથે તણાતા એક બેન નો ખેત મજૂર દ્વારા બચાવ કરવા માં આવેલ અને સોફિયા પાણી ના પ્રવાહ માં તણાતા એમનું મૃત્યુ નીપજેલ હોય ત્યારે આ અંગે મૃતકના પરિવારજનો ને ગુજરાત સરકાર દ્વારા લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ બહાદુરભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને ₹4,00,000 નો ચેક આપવામાં આવેલ આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભીજિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય સહિત ના લોકો ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
અહેવાલ:- ઈમરાન પઠાણ, લીલીયા મોટા