દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમે પંચેલા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો જે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા નાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમોને ઝડપી પાડવા સુચના આપેલ હોય જે આધારે લીમખેડા મદદનીશ પોલીસ અધિક્ષક બિશાખા જૈન તેમજ દેવગઢ બારીયા સર્કલ પો. ઇન્સ. કે.એન.લાઠીયા નાઓએ પણ જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે આધારે પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. જી. બી. પરમાર નાઓને દારૂ અંગેની બાતમી મળેલ કે પંચેલા ગામે ભરવાડા ફળીયામાં રહેતા ભાવેશ હિરાભાઈ ભરવાડાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ છે. જે બાતમી આધારે પીપલોદ પોલીસ ટીમે વોચ ગોઠવી પંચેલા ગામે ભરવાડા ફળીયામાં ભાવેશ હિરાભાઇ ભરવાડાના ઘરે રેઇડ કરતા તેઓ હાજર મળી આવેલ નહી તેના મકાનમાં તપાસ કરતાં મકાનની અંદર એક ખુણામાં સંતાડી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ મળી આવેલ જે બાબતે પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી અગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
વોન્ટેડ આરોપી :- ભાવેશ હિરાભાઇ ભરવાડ રહે.પંચેલા ભરવાડ ફ્ળીયા તા. દેવબારીઆ જી.દાહોદ
કબજે કરેલ મુદ્દામાલ :- ભારતીય બનાવટનો વિદેશી દારૂની ખાખી પુઠાની ઇગ્લીસ બીયરની પેટીઓ તેમજ છુટી કાચની ઇગ્લીસ દારૂની નાની મોટી કુલ બોટલો નંગ ૩ર૦ જેની કિ. રૂ. ૮૫,૩૭૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં પીપલોદ પોલીસને મળેલ સફળતા.
અહેવાલ :- શેખ અબ્દુલ કાદિર