વ્યારા હોમિયોપેથી કોલેજમા તાપી જિલ્લા કર્મયોગી પુરસ્કાર-૨૦૨૩ નું ભવ્ય આયોજન કરાયુ.

પત્રકાર એકતા પરિષદના અધિવેશન તાપી માં ૩૩ જિલ્લાના પત્રકારો ભેગા થયાં હતાં

વ્યારા કાલિદાસ હોમિયોપેથી કોલેજ ખાતે પત્રકાર એકતા પરિષદના અધિવેશન સાથે તાપી જિલ્લા કર્મયોગી પુરસ્કાર 2023 નું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં ધરાસભ્યો,પાલિકા પ્રમુખ અને પોલીસ વિભાગ ની હાજરી માં અલગ અલગ ક્ષેત્રના 20 વ્યક્તિઓને કર્મયોગી પુરસ્કાર દ્વારા સન્માનિત કરાયો.

પત્રકારોના પ્રશ્નોને વાંચા આપવા આજરોજ વ્યારા ની સી એન કોઠારી હોમિયોપેથિક કોલેજ ખાતે તાપી જિલ્લા પત્રકાર એકતા પરિષદનો અધિવેશન મળ્યું હતું જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓથી પત્રકારો સાથે પત્રકાર એકતા પરિષદ કાર્યક્રમના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, પ્રદેશ અધ્યક્ષ ગીરવાંનસિહ સરવૈયા, મહિલા વિગ અધ્યક્ષ સમીમબેન પટેલ. પ્રદેશ આઈ ટી સેલ ઇન્ચાર્જ ઓમ મલેશિયા વિશેષ પ્રદેશ ઉપાધ્યક્ષો તેમજ મહામંત્રી શ્રી ઓ અને પ્રદેશ અગ્નિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમા પત્રકારોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી પત્રકારોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.સાથે જ તમામ પત્રકારોને સ્મૃતિ ભેટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
કર્મયોગી પુરસ્કાર 2023 ની પણ આ કાર્યક્રમમા જાહેરાત કરવામાં આવી હતી.જેમાં અલગ અલગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર એવા વ્યક્તિઓનું સન્માન કરાયું જેમની નોંધ સરકાર દ્વારા લેવામાં ન આવી હતી.અંકુશ પુરોહિત, હ્યુમન રિલાયન્સ ગ્રુપના અંકિત ગામીત, વાઇલ્ડ લાઇફ એનિમલ રેસ્ક્યુ ગ્રુપ સોનગઢ, સંસ્કૃતિ રક્ષા અને શિક્ષણ ક્ષેત્રે નીતિનભાઈ પાડવી કુકરમુંડા, વૃક્ષારોપણ ક્ષેત્રે વિજેશભાઈ કાવલા વાળા, વીરસીંગભાઇ પટેલ ને સમાજ જાગૃતિ માટે, સોનગઢ તાલુકાના અભય જાદુગર, જીવ દયા માટે વ્યારાના બંટી ભાઈ શાહ રેફરલ હોસ્પિટલ વ્યારામાં અને દાન માટે ધનસુખભાઈ યાદવ, રમતગમતમાં કુકરમુંડાના હેમેન્દ્રસિંહ પાડવી સાહિત કુલ ૨૦ કર્મયોગીઓ નું સન્માન કરાયું હતું.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે 171 વ્યારા ના ધારાસભ્ય મોહનભાઈ, 170 મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા, વ્યારા ના પી.આઈ શ્રી એન એસ ચૌહાણ, પદ્મશ્રી વિજેતા રમીલાબેન ગામીત, રાકેશભાઈ કાચવાલા કોલેજના ટ્રસ્ટી, વ્યારા નગરપાલિકાના પ્રમુખ સેજલબેન રાણા, પરેશભાઈ મીઠા વાળા, કલ્પેશભાઈ ઢોડીયા,મૃણાલભાઈ જોશી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના નીતિનભાઈ ગામીત, વાલોડ તાલુકા પંચાયતના પ્રમુખ, માહિતી ખાતા તાપી ના ભાભોર સાહેબ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પત્રકાર એકતા પરિષદ વ્યારાના મહામંત્રી બિન્દેશ્વરીભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રમુખ રાકેશભાઈ ચૌધરી અને પત્રકાર એકતા પરિષદ ના તમામ પત્રકારો ની મહેનતના કારણે કાર્યક્રમ ખૂબ જ સફળ પુરવાર થયો હતો.જે બદલ તમામ મહેમાનો, દાતાઓ અને પત્રકારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અહેવાલ :- અનિલ લાલ, દ્વારકા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *