જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ૩ને માંડવીની સ્ટેટ બેંકે, વિદ્યાર્થીઓને ગરમીથી રાહત મળે તે માટે તા.૦૯/૦૮ ને બુધવારના રોજ ૪ સીલીંગ પંખા ભેટ આપીને પ્રેરણાદાયી કાર્ય કરેલ છે.
બેંકના મેનેજર શ્રી પ્રશાંતકુમાર અને ઇન્ચાર્જ બ્રાન્ચ મેનેજર શ્રી સંજુભાઈ યાદવે, શાળાના આચાર્યશ્રી પુનિતભાઈ વાસાણી અને શાળાની એસ.એમ.સી.ના શિક્ષણવિદ તથા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહને સ્કૂલ માટે ચાર સીલીંગ પંખા અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે સ્ટેટ બેંકના ઇન્ચાર્જ બ્રાન્ચ મેનેજર શ્રી સંજુભાઈ યાદવ, સુરેશભાઈ ઠક્કર, વિપિનભાઈ સોની, દર્શનાબેન મહેશ્વરી, અભિમન્યુ ત્રિપાઠી, હુસેનભાઇ બકાલી તથા જીયાબેન ખારવા તેમજ તાલુકા ગ્રુપ શાળાના આચાર્યા શ્રીમતી નીલમબેન ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.
સ્કૂલને પંખા ભેટ આપવા બદલ શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને શાળાની સ્કૂલ વ્યવસ્થાપન કમિટીના શિક્ષણવિદ દિનેશભાઈ શાહે સ્ટેટ બેંકનો આભાર માન્યો હતો
અહેવાલ :- ઇમરાન અવાડીયા