ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા દેશના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી તથા રેલવેમંત્રી ને પત્ર પાઠવી અનુરોધ કરાયો છે કે તારીખ ૩૧/૦૭/૨૦૨૩ ના રોજ જયપુર થી મુંબઈ આવતી ટ્રેનમાં ચેતન સિંહ નામના RPF (રેલ્વે પ્રોટેક્શન ફોર્સ) ના એક કોન્સ્ટેબલે ૪ નિર્દોષ લોકો ની ગોળી મારી કરપીણ હત્યા કરેલ છે. જેની ન્યાયિક તપાસ કરવા અને આરોપી ચેતન સિંહ ને નસિયત રૂપી કડક થી કડક સજા અપાવવા તેમજ મૃતકોના પરિવારો ને સરકાર તરફ થી પ્રત્યેક મૃતકના પરિવાર ને રૂ.૫૦ લાખ ની આર્થિક સહાય આપવા ઇત્તિહાદુલ મુસ્લેમીન એ -એ હિન્દ ટ્રસ્ટ દ્વારા માંગ કરાઈ છે.
જયપુર થી મુંબઈ જતી ટ્રેન ના B5 કોચમાં મુસાફરી કરતા એક RPF ના કર્મચારી સહીત અન્ય ૩ મુસ્લિમ મુસાફરો ને ગોળી મારી ચેતન સિંહ નામના RPF ના એક કોન્સ્ટેબલે હત્યા કરી છે. આ હત્યાકાંડમાં ચેતન સિંહે એક RPF ના સબઇન્સ્પેક્ટર ટીકારામ મીણા તેમજ અન્ય ત્રણ મુસાફરો અબ્દુલકાદર ભાનપુરવાલા, અસગર શેખ તથા સૈયદ સૈફુદ્દીન ની હત્યા નીપજાવેલ છે. આ હત્યાકાંડ જાણી જોઈ ને બધા મુસાફરો ની સામે કરાયેલ છે. RPF (રેલ્વે પ્રોટેક્શન ફોર્સ) રેલ્વે માં મુસાફરી કરતા પ્રવાસીઓની જાન અને માલ ની રક્ષા કરવા માટે હોય છે. રક્ષક જયારે ભક્ષક બની જશે ત્યારે સામાન્ય જનતા નો શું થશે ? આવી નીચ અને ક્રૂર માનસિકતા ધરાવતા પદાધિકારીઓ આવા ગુનાહિત પગલા ભરવા કોણ પ્રેરી રહ્યું છે ? અમુક કટ્ટર પંથી વિચારધારા ધરાવતા માનસિક વિકૃત લોકોના અભદ્ર અને ભડકાઉ ભાષણો ના કારણે એક સામાન્ય વ્યક્તિ ની માનસિકતા ખોરવાય છે અને પોતાના ભવિષ્યની ચિંતા કર્યા વિના આવા યુવાનો હિંસા ના ગેરમાર્ગે દોરાય છે. સાચા અર્થમાં તો અસલી ગુનેગાર તો એ વ્યક્તિઓ કે સંસ્થાઓ છે જે એક સામાન્ય માનવી ની માનસિકતા પોતાના નિવેદનો, ભડકાઉ ભાષણો થી એક ઉશ્કેરી અને આવા હીન કૃત્યો કરવા પ્રેરે છે. આવા ભડકાઉ ભાષણો આપનારા અને કટ્ટરપંથી વિચારધારા રાખનારાઓ વિરુદ્ધ કેન્દ્ર સરકારે કડક પગલા લેવા જોઈએ અને આવી ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીઓ સામે પણ સરકારે કડક પગલા લેવા જોઈએ અને આ બનાવ ના આરોપી વિરુદ્ધ પણ કેન્દ્ર સરકાર કડક થી કડક અને નસિયત રૂપી સજા અપાવવા તેમજ મૃતકોના પરિવારો ને સરકાર તરફ થી પ્રત્યેક મૃતકના પરિવાર ને રૂ.૫૦ લાખ ની આર્થિક સહાય આપવા સંસ્થાના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરીયા ટ્રસ્ટી મંડળ હાજી જુમ્માભાઈ રાયમા, ઇનામુલભાઈ ઈરાકી, હૈદરશા પીર, હાજી નુરમામદ રાયમા, યુસુફભાઈ સંગાર, હબીબશા સૈયદ, અનવરશા સૈયદ, સુલતાનભાઇ માંજોઠી, સાદીકભાઇ રાયમા, શાહનવાઝભાઈ શેખ, સલીમભાઈ રાયમા, મૌલાના અબુદુજાના સાહબ, મોહંમદઅલી ભીમાણી, નજીબભાઈ અબ્બાસી, નાસીરખાન પઠાણ, અ.રસુલભાઈ આગરીયા, અશરફભાઈ પાસ્તા, ઈદ્રીશભાઈ વ્હોરા, સંસ્થાના હોદેદારો હાજી અ.રઝાક ખત્રી, રફીકભાઈ તુર્ક, હાજી સુલેમાન મંધરા, હારૂનભાઈ કુંભાર, સુલતાનભાઇ કુંભાર, રમઝાનભાઈ રાઉમા તથા સમસ્ત સંસ્થા પરિવાર દ્વારા કેન્દ્ર સરકાર ને આવેદન કરાયું છે. એવું સંસ્થા ના પ્રવક્તા જલાલશા સૈયદ ની યાદીમાં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા