આપણે ત્યાં બેંકો સામાન્ય માંણસને લોન આપતી નથી ચપ્પલ ઘસાઈ જાય તો પણ લોન મળતી નથી
મોટા મોટા ઉદ્યોગપતિ અને મોટી મોટી કંપનીઓને જોઈએ એટલી જ્યાં જોઈએ ત્યાં લોન મળી રહે છે દાખલા તરીકે કંપનીની મિલ્કતની વેલ્યુ ૧૦૦ કરોડ હોય તો કાયદેસર ૮૦ કરોડ લોન મળવી જોઈએ પણ એવું થતું નથી ૮૦ કરોડને બદલે ૮૦૦ કરોડ લોન આપી દેવાય છે પછી લોન ભરાતી નથી મિલ્કતની વેલ્યુ કાગળ પર ખોટી બતાવેલી હોય છે બેંક જે વખતે મિલ્કત જપ્ત કરી બજારમાં વેચવા કાઢે તે વખતે ૪૦ ટકા રકમ માંડ માંડ હાથમા આવે છે છેલ્લે બેંકોને ૬૦ ટકા રકમની ખોટ જાય છે આ રકમ માંડી વાળવી પડે છે મહેનત કરીને ખુનપસીનો એક કરી ગરીબ અને મધ્યમવર્ગના લોકોની બેંકોમાં મુકેલી બચત ડૂબી જાય છે
નીતિન દેસાઈને બેંકએ ૧૮૦ કરોડની લોન આપી હતી લોન નીતિનભાઈ હપ્તા નહી ભરતા લોન ૨૫૦ કરોડની થઈ ગઈ ૭૦ કરોડ રૂપિયા માત્ર વ્યાજ થયું
કોઈ પણ બેંક એક વ્યક્તિ કે એક કંપનીને વધુમાં વધુ કેટલી લોન આપી શકે?
કોઇ નિયમ કોઈ લિમિટ છે ખરી? વધુ મોટી રકમની લોન કેવી રીતે અપાય છે? આ લોનમા હપ્તા કેમ ભરાતા નથી? એક હપ્તો ના ભરાય તો બેંક કેવા પગલાં લઇ શકે છે?
મોટા લોકોની મોટી લોન કેમ ધડાધડ કોણ પાસ કરે છે? જામીનમાં મુકેલી મિલ્કતની સાચી વેલ્યુ કેમ કાઢવામાં આવતી નથી?
ફટાફટ લોન કેમ પાસ કરી દેવાય છે? કેટલું કમિશન મળે છે? ક્યા ક્યા ઓફિસરો અધિકારીઓ મેનેજરોની આમાં સંડોવણી હોય છે? કયા કોણ કેટલી કટકી ખાય છે? કેટલું કમિશન મળે છે?
ખાતાધારકો બેંકોની હાલત કોણ જાણીજોઈને ખરાબ કરી રહ્યું છે? માત્ર બોગસ કાગળ પર કરોડોની લોન ફટાફટ કોણ પાસ કરી દે છે? ક્યા રાજકારણીઓનું દબાણ આવે છે?.ક્યા નેતા લોન પાસ કરવા ફોન કરે છે? કોણ ભલામણ કરે છે? લોન ૧૦૦ ટકા ભરાવવાની નથી એમ જાણવા છતાં કોણ લોન આપી દે છે? ક્યા સુધી લાખના બાર હજાર કર્યા કરીશું?
ફ્રીલાન્સ પત્રકાર :- અબ્બાસભાઈ કૌકાવાલા