માંડવી અચલગચ્છ જૈન સંઘના ઉપક્રમે પ્રભુજી ની ગહુલી શીખવાડવાનો છ દિવસીય સેમિનાર સંપન્ન થયો.

માંડવીના 50 બહેનોને ભુજના હિરલબેન ઝવેરીએ તાલીમ થી સજ્જ કર્યા.

માંડવી અચલગચ્છ જૈન સંઘના ઉપક્રમે પ્રભુજીની ચોખાની કલાત્મક ગહુલી શીખવાડવાનો પાંચ દિવસીય તાલીમ સેમિનાર સંપન્ન થયો હતો.
માંડવીના બહેનોને ગહુલી શીખાડવા માટે ભુજથી ઝવેરી હિરલબેન શ્રેણિકભાઈ માંડવી આવેલ હતા.
માંડવીમાં ગૌતમ – ગુણ – ગુલાબ જૈન સંઘના ઉપાશ્રય – છાપરા શેરીમાં ૬ દિવસ સુધી દરરોજ સાંજના 3:30 થી 5:00 વાગ્યા દરમિયાન હિરલબેન ઝવેરી ચોખાની કલાત્મક ગહુલી શીખાડતા હતા. પાંચ દિવસ દરમિયાન માંડવીના 50 બહેનોને તાલીમથી સજ્જ કર્યા હતા.
તાલીમ બાદ ગહુલી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવેલ હતી. જેમાં 30 બહેનોએ કલાત્મક ગહુલી બનાવી હતી, જેમાં મોક્ષાબેન કિરીટભાઈ શાહ પ્રથમ નંબરે, ધ્વનિબેન સુનિલભાઈ શાહ દ્વિતીય નંબરે અને મયુરીબેન નિમિષભાઈ મહેતા તૃત્ય નંબરે વિજેતા થયા હતા. વિજેતા બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા, જ્યારે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ હોવાનું અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ અને તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
ગહુલી શીખાડનાર ભુજના હિરલબેન ઝવેરીનું માંડવી અચલગચ્છ જૈન સંઘ તરફથી તેમજ તાલીમાર્થી બહેનોના ગ્રુપે સન્માન કરેલ હતું.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *