લીલીયા મોટા માં છેલ્લા કેટલા મહિના થી લીલીયા મોટા ની જનતા મીઠા પીવા લાયક પાણી માટે વલખા મારી રહી છે ત્યારે લીલીયા જિલ્લા પંચાયત સદસ્ય અને શિક્ષણ સમિતિ ના ચેરમેન દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ને પત્ર પાઠવવા માં આવેલ હોય જેમાં જણાવેલ કે લીલીયા મોટા ગામ પાણી પુરવઠાની ભીંગરાડ જૂથ યોજના હેઠળ સમાવેશ થયેલ છે અને પાણી પુરવઠા વિભાગ દ્વારા લીલીયા ગામના સંપ સુધી સમયસર પાણી પહોચાડવામાં આવે છે અને લીલીયા ગ્રામપંચાયત દ્વારા સંપથી ગામમાં પાણીની વહેચણી કરવાની હોય છે પરંતુ લીલીયા ગ્રામપંચાયત દ્વારા વાલમેન રાખવામાં આવેલ નથી જેથી ગામની જાહેર જનતાને સમયસર પાણી મળી રહે તેવી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી ને પત્ર પાઠવી વિનંતી સહ માંગણી જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ ભાઈ દુધાત દ્વારા કરવા માં આવી છે તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
અહેવાલ :- ઈમરાન પઠાણ