તંત્ર કુંભકરણની નિંદ્રામાં હોય તેમ હાલનાં આ દ્રષ્યો કહીં રહીયા છે
મામા માસી ના ઓ સામે તંત્ર લાચારછે?
યાત્રાધામ દ્વારકામાં પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો હોય ગયકાલે સુદામા સેતુ ની સામે આવેલ રેસ્ટોરન્ટ બહાર લછછી ના પ્લાસ્ટિકના ગ્લાસ ગૌમાતા ખાતી નજરે પડી..
આજ જગ્યા પર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચ કરી જગતગુરુ આદિ શંકરાચાર્યજી મહારાજ ની પ્રતિમા આવેલી છે ત્યાં પ્લાસ્ટિકના તેમજ ગંદકીના ઢગલા ખાનગી રેસ્ટોરન્ટના માલિક દ્વારા ફેંકવા માં આવ્યા?
હાલમાં જગતગુરુ શંકરાચાર્યના ચાતુસ માસ ચાલતો હોય અને મંદિર પરિસર બહાર સુદામા સેતુ સામે આવેલ જગતગુરુ આદિ શંકરાચાર્યજી મહારાજની પ્રતિમા પાસે પ્લાસ્ટિક તેમજ ગંદા હેઠવાળ ના ઢગ જોવા મળ્યા
પવિત્ર નગરી અને પુરુષોત્તમ માસ ચાલતો હોય ત્યારે બે જવાબદાર તંત્ર ક્યારે જાગશે અને જગતગુરુ આદિ શંકરાચાર્યની પ્રતિમા પાસે દબાણ તેમજ સફાઈ દુર કરશે તે જોવું રહ્યું…
અહેવાલ :- અનિલ લાલ, દ્વારકા