કચ્છ જીલ્લા માછીમાર એસોસિએશનના પ્રમુખ માણેક જાકરીયા સુલેમાન દ્વારા મત્સ્યોદ્યોગ કેબિનેટ મંત્રીને પત્ર પાઠવી વિવિધ રજૂઆતો કરી
જખૌ બંદરે ઓકટોમ્બર ૨૦૨૨ ના સરકાર શ્રી તરફથી ડેમોલેશન કરવામાં આવેલ એ પછી જખૌ બંદર વેરાન, ઉજજડ બની ગયું છે. કચ્છ જિલ્લા માછીમાર એસોસિએશનના પ્રમુખ માણેક જાકરીયા સુલેમાન દ્વારા મત્સ્યોદ્યોગ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને જખૌ બંદર ના વિવિધ પ્રશ્નો રજૂ કરીને જેનો હલ કરવા માંગણી કરી છે.
પત્રમાં જણાવ્યા પ્રમાણે ૧) જખૌ બંદર સર્વે નંબર ૧૫૨૯ ધરાવતો દરિયા કિનારો ગોધીયા ક્રિક પર આવેલું છે તે ક્રિક એરિયા પુરતો સિમિત છે અને જખૌ બંદર થી ઓપન દરિયો ૧૫ કિ.મી. દુર છે. ૨) માછીમારો તેમજ વેપારીઓ માટે ૧૦૦ કરોડ થી પણ વધુ જે તે વખતે સરકારશ્રી એ ફીશરીઝ હાર્બર બનાવેલ ઉદ્ઘાટન જે ત વખતે મુખ્ય મંત્રી અને હાલ ના વડા પ્રધાન માનનીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વરદ હસ્તે ૧૮-૧૨-૨૦૦૬ ના રોજ કરેલ હતું. ૩) ડેમોલેશન પહેલા બંદર ઉપર રહેતા વેપારીઓનો કરોડો–અબજાે રૂપિયા માછીમારો ને આપેલ એડવાન્સ તેમજ વેપારીઓ ઉપર નિકળતી રકમ ઠપ થઈ જશે, જેનું આર્થિક નુકશાન વેપારીઓ તેમજ નાના માછીમારોને વેઠવું પડશે તેમ છે. ૪) અમારી આપ સાહેબ પાસેવિનંતી છે કે અમારી સમજ મુજબ વિનંતી છે કે ફીશરીજ હાર્બરમાં વેપારીઓ તેમજ માછીમારો ને સરકારના નિયમ મજબ પ્લોટ ફાળવવામાં આવે જે ગ્યા પર ડેમોલેશન થયેલ તે જગ્યા ફીશરીઝ ડીપાર્ટમેન્ટ પોતાના હસ્તક તે જૈમીન લઈ નિયમ અનુસાર ફીશરીઝ ડીપાર્ટમેન્ટ માછીમારો તેમજ વેપારીઓને ભાડે અથવા ટોકન ભાડે આપે તો જખૌ બંદરનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. ૫) સરકારશ્રી એક બાજુ દેશની સરહદ જાગતી રાખવા માંગે છે તો આ જખૌ બંદર દેશ નાં છેવાડાનું અતિ પછાત વિસ્તારમાં ગરીબ પ્રજા રહે છે જે રોજી રોટી નો બીજાે કોઈ પણ વિકલ્પ નથી. જખૌ બંદર આસપાસ મીઠાના મોટા કારખાના આવેલા છે તે બધા મેકેનીકલ (મશીનરી) થી ચાલતા ઉદ્યોગો છે ફકત ને ફકત માછીમારી ઉપર રોજી રોટીનો આધાર છે. ૬) માછીમાર સમાજ જખૌ બંદરે વર્ષ ૪૦૦૦ કરોડ થી વધુ ટર્નઓવર ધરાવતો બંદર છે અને માછીમારી વર્ગ દરિયા માં મહત્વની ભૂમિકા ભજવે છે સિકયુરીટી એજન્સી ના આંખ અને કાન બંનેની ભૂમિકા ભજવતા હોય છે. સાહેબશ્રી ઉપરોકત રજુઆતને યોગ્ય થવા વિનંતી અને આગ્રહ ભરી અરજ છે હાલે ઓગષ્ટ ૨૦૨૩ સીઝન ચાલુ થઈ ગઈ છે. અમારી ઉપરોકત રજુઆતને ધ્યાને લઈ તાત્કાલીક યોગ્ય કાર્યવાહી હાથ ધરવા કચ્છ જિલ્લા માછીમાર એસોસિએશનના પ્રમુખ માણેક જાકરીયા સુલેમાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા