જીવનમા મિત્રો રાખવા જરૂરી છે નહી તો દિલની વાતો સ્ટેટ્સ અને ડી પી.બદલી બદલી કહેવી પડે છે.
જો તમારી પાસે એક સાચો મિત્ર છે તો તમે વિશ્વાસ રાખજો તમે જીવનમાં બહુ કમાયા છો. મિત્રો વીના જીવનમાં કઈ ખૂટતું હોય એમ લાગે છે.જીવન જાને અધૂરું હોય એમ લાગે છે બચપણથી લઇ છેક છેલ્લા સુધી આપણને કોઈ ખાસ મિત્રની જરૂર હોય છે
કોઈના પણ જીવનમાં ભાઈ પછી કોઈ મહત્વની વ્યક્તિ હોય તો તે મિત્ર છે મિત્ર સાથે રખડવાની રસ્તા પરની ચાહની કીટલી પર ચાહ પીવાની જે મજા છે એ તો જેણે આવી રીતે કીટલી પર કટિંગ ચાહ પીધી હોય એને જ ખબર હોય એનું શબ્દોમાં વર્ણન શક્ય જ નથી
એક વખત શરત લાગી હતી કે ખુશીને એક શબ્દમાં તમે કેવી રીતે વ્યક્ત કરી શકો? દોસ્તો વિચારતા રહ્યા અને મે ” મિત્ર ” લખી લીધું .
કૃષ્ણ સુદામાની મૈત્રી જગજાહેર છે એક કશું માંગતો નથી બીજો માંગ્યા વગર બધું જ આપી દે છે
નચિત બનીને રહું છું ઈશ્વર તારી દુનિયામાં
તારા રૂપમાં મિત્રો મારી આસપાસ છે જેની સાથે હંસી શકાય એ નહી જેની સાથે રડી શકાય એ સાચો મિત્ર જો તમારી પાસે આ દુનિયામાં રડવા માટે એક મિત્રનો ખભો છે તો તમે દુનિયામા નસીબદાર લોકોમાંના એક છે
મિત્ર તમારા ઉત્સાહમા રંગો પુરે છે
દોસ્તી એવી હોય કે ધડકનમા વસી જાય
શ્વાશ પણ લઉ તો ખુશ્બૂ મારાં યારની આવે
એવું નથી હોતુંjtimજે મિત્ર નાનપણમા મળે એ જ પાકા મિત્ર હોય પણ જે મિત્રને મળીને નાનપણ મળી જાય એ જ સાચો મિત્ર છે. કેવું સરસ હતું કે જ્યાં ફકત બે આંગળીઓ મેળવવાથી દોસ્તી થઈ જતી
કદી માંગીને જો મારી પાસે એ દોસ્ત
હોઠો પર મુસ્કાન અને હથેળી પર જીવ હશે
તમે તમારાથી. ખોવાઈ જાઓ ત્યારે તમને શોધવામા તમારી જે મદદ કરે એ મિત્ર.
તમને પણ તમારા મિત્ર સાથે ગાળેલી અવિસ્મરણીય યાદગાર પળો યાદ આવે છે ને બસ મસ્ત મજાના દોસ્ત સાથે જલસા કરો બોસ.
ફ્રીલાન્સ પત્રકાર:- અબ્બાસભાઈ કૌકાવાલા