નિયામક શ્રી આયુષની કચેરી ગાંધિનગર, જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા ભૂજ,ગાયત્રી પરિવાર નલિયા અને કચ્છ તેમજ લોહાણા મહાજન નલિયા આયોજિત આ કેમ્પ માં ૧૫૦ જેટલી સારવાર કરાઈ હતી.આયુર્વેદ નાં નિષ્ણાંત ડૉ પરેશભાઈ સચદેવ,ડૉ.પિયુષભાઈ ત્રિવેદી,ડો મનીષભાઈ ત્રિવેદી, હોમીયો પેથ નિષ્ણાંત ડો.પ્રતીક્ષાબેન પવાર વિગેરેએ સેવા આપી હતી અને સારી જાતની દવાઓ પણ ફ્રી આપી હતી. વળી પણ જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે પણ ફ્રી અપાશે તેવી ખાત્રી પણ આપી હતી. આયુર્વેદ વિભાગ માં ૧૦૩ દર્દીઓએ લાભ લીધો હતો.અને હોમિયો પેથ વિભાગ માં ૫૨ દરદીઓ લાભ લીધો હતો.
અત્યાર નાં દિવસોમાં પાણી જન્ય અને ઘણા બધા ચેપી રોગો ફેલાયા છે તે માટે અનેક જાતની ઔષધી ઓ માંથી તૈયાર થતો પ્રજ્ઞા પેય ( ઉકાળો) પાવડર નો લાભ ૧૫૦ જણા એ લીધો હતો આયુર્વેદિક સંશમની વટી ગુટિકા નું પણ વિતરણ પણ ૧૦૦ જેટલાઓ માટે કરવા માં આવ્યું હતું.
સિવાય આંખોનો રોગ કંજક્ટી વાઇટસ (આંખો આવવી) રોગ માટે ની ખાસ આયુર્વેદ ની દવાઓ આપવા માં આવી હતી અને જરૂરિયાત વાળા ને ગોગલ્સ ચશ્મા પણ દાતાના સહયોગ થી ફ્રી અપાયા હતા.
આ કેમ્પ નરા ગૌશાળા નાં સ્થાપક,મુખ્ય દાતા ગૌ પ્રેમી રવાપર નાં હાલે ઘાટકોપર નાં સ્વ.મહેન્દ્રભાઈ વિ .ચંદન ( ભામાશા ) ની સ્મૃતિ યાદ માં રાખવા માં આવેલ હતો.
*આ કેમ્પ નાં આયોજન, સંચાલન, વ્યવસ્થા અને પ્રચાર પ્રસાર માં હરેશભાઈ ઠક્કર (નલિયા ગાયત્રી પરિવાર),મનોજભાઈ કતિરા.શૈલેષ ભાઈ વડેરા અંકિતભાઈ આઈયા ( લોહાણા મહાજન) કાંતિભાઈ ખત્રી. (ગાયત્રી પરિવાર )રમેશભાઈ ભાનુશાલી ( આશાપુરા ન્યુઝ ) વિગેરે જણાં ઓ નો સારો સાથ સહયોગ મળ્યો હતો.*
*તૃપ્તિ બેન રતનશી આશર સેવા સ્મૃતિ ટ્રસ્ટ, ધન લક્ષ્મી બેન આઇયા સા.ચેરી.ટ્રસ્ટ નલિયા અને અને ઘણી બધી સેવાભાવી સંસ્થા ઓ નો સહયોગ પણ મળ્યો હતો.*
*કચ્છ ગાયત્રી પરિવાર નાં શીવજીભાઈ મોઢ, સુકેતુ ભાઈ રૂપારેલ, ડૉ શ્વેતા બેન સેલોત વિગેરે જણા ઓ પણ પ્રચાર પ્રસારમાં ઉપયોગી બન્યા હતા.
બ્યુરો રિપોર્ટ :- ઇન્ડિયા નાઈન ન્યૂઝ