બેટી બચાવો , બેટી પઢાવો – પર્યાવરણ બચાવો તેમજ અધિક માસમાં કન્યાઓને પ્રોત્સાહન.
માંડવીની રતનશી મૂળજી કન્યાશાળામાં અનેરો કાર્યક્રમ યોજાયો.
જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે તા. ૦૪/૦૮ ને શુક્રવારના રોજ, સરકારી પ્રાથમિક શાળા – રતનશી મૂળજી કન્યાશાળામાં એકી સાથે ત્રણ પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા.
આ ત્રણ પ્રોજેક્ટમાં બેટી બચાવો બેટી પઢાવો – પર્યાવરણ બચાવો તેમજ અધિક માસમાં કન્યાઓને પ્રોત્સાહનનો સમાવેશ થાય છે.
સંસ્થાના પ્રમુખ પરેશભાઈ સોનીના પ્રમુખ પદે યોજાયેલ કાર્યક્રમમાં જાયન્ટ્સ વેલફેર ફેડરેશન ૩ બી (રાજ્ય)ના પૂર્વ મીડિયા ઓફિસર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રી દિનેશભાઈ શાહ સહિત સંસ્થાના મંત્રી હર્ષભાઈ ત્રિવેદી, ખજાનચી યોગેશભાઈ ભટ્ટ, શૈક્ષણિક પ્રોજેક્ટ ચેરમેન જીતુભાઈ સોની, પર્યાવરણ ચેરમેન રાજેશભાઈ (પપ્પુભાઇ) સોની, ઉપ-પ્રમુખ અને કન્યા શાળાના આચાર્ય બળવંતસિંહ ઝાલા, માંડવીના મીડિયા કન્વીનર પિયુષભાઈ પંચાલ અને પરીનભાઈ વાંઝા ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં રતનશી મૂળજી કન્યાશાળાના આચાર્ય અને જાયન્સ ગ્રુપના ઉપપ્રમુખ બળવંતસિંહ ઝાલાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી, પ્રસંગ પરિચય આપેલ હતો.
ધોરણ ૬ થી ૮ માટે બેટી બચાવો બેટી પઢાવો શાળામાં યોજાયેલી નિબંધ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતા અને પર્યાવરણ બચાવો અંતર્ગત ધોરણ ૩ થી ૫ માટે યોજાયેલી ચિત્ર સ્પર્ધા માં પ્રથમ ત્રણ વિજેતાને જાયન્ટ્સ ગ્રુપ તરફથી, મંચસ્થ મહેમાનોના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. જ્યારે એક સદગૃહસ્થ દાતા તરફથી કન્યાશાળામાં અભ્યાસ કરતી તમામ ૮૦ છાત્રાઓને સારી ક્વોલીટીની પસૅ (પાકીટ) અધિક માસ નિમિત્તે ભેટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે દિનેશભાઈ શાહ, હર્ષભાઈ ત્રિવેદી અને યોગેશભાઈ ભટ્ટે પ્રાસંગિક પ્રવચનમાં દાતા નો આભાર માની, કન્યાઓને અભ્યાસમાં કાળજી રાખી, પરીક્ષામાં સારા ગુણ મેળવી, શાળા અને પરિવારનું ગૌરવ વધારવા અનુરોધ કરેલ હતો.
પ્રમુખ સ્થાનેથી સંસ્થાના પ્રમુખ પરેશભાઈ સોનીએ સહિયારા પ્રયાસોથી, જાયન્ટ્સ ગ્રુપ પ્રગતિના શિખરો સર કરશે એમાં શંકાને સ્થાન નથી.
શાળાના સ્ટાફના ચેતનાબેન ઠક્કર, પારૂલબેન જોશી, પ્રીતિબેન વાસાણી અને જ્યોતિબેન જોશી કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા.
અહેવાલ :- ઇમરાન અવાડીયા