બંદરીય માંડવી શહેરમાં હવેલી ચોકમાં આવેલા ચત્રભુજરાયના મંદિરમાં, પુરુષોત્તમ માસ નિમિત્તે સતત નવમાં વર્ષે તારીખ 18/07 થી ભાગવત જ્ઞાનયજ્ઞનો શુભારંભ થયો છે.
વ્યાસપીઠ ઉપર કથાકાર મહેશભાઈ ઓઝા દરરોજ સાંજના ૫ થી ૭ દરમ્યાન, કથા શ્રવણ કરાવી રહ્યા છે. જેનો માંડવીની ધર્મ પ્રિય જનતા બહોળી સંખ્યામાં લાભ લઈ રહી છે.
આ કથામાં માંડવીમાં છેલ્લા ૧૦ વર્ષથી માંડવીને કર્મક્ષેત્ર બનાવી ભારતીય સંસ્કૃતિની સેવા કરી રહેલા, આષૅ વિદ્યાનિલય ટ્રસ્ટ, માંડવીની સંસ્થાના સ્થાપક સ્વામી આત્મસુખાનંદ સરસ્વતી નું કથાકાર મહેશભાઈ ઓઝા ના હસ્તે અભિવાદન કરાયું હોવાનું સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, સ્વામી આત્મસુખાનંદ સરસ્વતી માંડવીના ધવલનગરની બાજુમાં પ્લોટ નં. 20 એ, એવન્યુ પાર્ક – માંડવીમાં દરરોજ વૈદિક સનાતન જ્ઞાન પરંપરા પર, પ્રથમ સત્સંગ સાંજના ૫.૩૦ થી ૭ અને બીજો સત્સંગ ૮.૧૫ થી ૯.૪૫ કરી રહ્યા છે.
રિપોર્ટ:- ઇમરાન અવાડીયા