પ્રત્યેક સનાતનીએ ગીતાજીનું દરરોજ અધ્યયન કરવું જોઈએ. – શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ

ભગવાન શ્રીકૃષ્ણ ની કર્મભૂમિ દ્વારકા માં ચાલી રહેલ ચતુર્માસ વ્રત અનુષ્ઠાનના દિવ્ય મહોત્સવમાં આજે પૂજ્ય જગતગુરુ મહારાજજી એ આશિર્વચન આપતા જણાવ્યું કે આમતો માનવ માત્રએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અધ્યયન કરવું જોઈએ. પણ વિશેષમાં સનાતન ધર્માંવલંબીઓએ તો દરરોજ (પ્રતિદિન) ગીતાજીના ઓછામાં ઓછા બે શ્લોક નું વાંચન, ચિંતન, મનન કરવુંજ જોઈએ. માનવ સિવાય કોઈની જોડે ઈશ્વર પ્રદત્ત બુદ્ધિ નથી, વાંચી શકતા નથી, વાંચવાની, મનન કરવાની, ચિંતન કરવાની ક્ષમતા ફક્ત અને ફક્ત મનુષ્ય જોડે છે આ ક્ષમતાનો સદુપયોગ કરી વેદો અને ઉપદનિષદોનો સાર એટલે કે શ્રીમદ ભગવદ્ગીતા ના ઉપદેશોને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ. વધુમાં જણાવતા ગુરુજીએ ઉપદેશ કર્યો ગીતાથી મનુષ્યને આત્મનિષ્ઠા, કર્મપરાયણતા, કર્મનિષ્ઠા શીખવા મળે છે. કેટલાક અજ્ઞાની લોકો આક્ષેપ કરતા હોય છે કે ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતનું યુદ્ધ કરાવ્યું પણ તે સત્ય નથી, ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુન આદિને સ્વધર્મ અર્થાત ક્ષત્રિય ધર્મનું પાલન કરવાની પ્રેરણા કરી છે. કૃષ્ણ પરમાત્મા ધારેતો યુદ્ધ કર્યા વગર પણ અધર્મિયોને મારી શકે છે પણ એવું ન કરતા તેમણે અર્જુનને ક્ષત્રિય ધર્મપાલન કરવા પ્રેરણા કરી હતી. સ્વજનો પ્રતિ અર્જુનનો મોહ દૂર કરવાનું કામ કૃષ્ણ પરમાત્માએ કર્યું હતું.

રિપોર્ટ:- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *