મુંદરાનગર અને આજુબાજુ ના વિસ્તારોમાં ગુરુ પૂર્ણિમા તા. ૦૩/૦૭/૨૦૨૩ થી શરૂ કરી એક મહિના સુધીમાં કુલ ૧૮ જેટલી શાળાઓ માં ગુરુ વંદન છાત્ર અભિનંદન પ્રકલ્પ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ૨૦ જેટલા શિક્ષકોનું સન્માન અને કુલ ૬૬ જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.
ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ માં વિવિધ સ્કૂલો યોજાયેલા કાર્યક્રમમાં કુલ મળી ૨૧૧ જેટલા શિક્ષકો અને કુલ ૩૮૮૨ જેટલા વિદ્યાર્થીઓ કાર્યક્રમ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા.
મુંદરા નગરની દરેક શાળાઓના આચાર્યશ્રી અને શાળાના સમગ્ર સ્ટાફ તરફથી ખુબ જ સુંદર સહયોગ પ્રાપ્ત થયો અને આપણાં આ પ્રકલ્પ ને બિરદાવ્યો તથા જણાવ્યું કે આ ગુરુ શિષ્ય પરંપરા જે આપણી શિક્ષણ વ્યવસ્થા ને ખુબ જ પ્રેરિત કરે છે અને સંસ્થા દ્વારા કરવામાં આવતા આવા સારા કાર્યો અને પ્રયાસો દ્વારા જીવંત રાખો છો તે બદલ ખુબજ ધન્યવાદ છે.
સમગ્ર પ્રકલ્પ સફળ બનાવવા
સંસ્થાના કારોબારી ટીમ અને તમામ સદસ્યોના સક્રિય સહયોગ થી સંયોજક વસંતભાઈ પટેલ ,સહ સંયોજક ધર્મેન્દ્રભાઈ કર્ણ દ્વારા સુંદર સંકલન પૂર્વક કાર્ય કરવામાં આવેલ .
રીપોર્ટ:- ઇમરાન અવાડીયા